Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'તારક મહેતા' શૉને લઈને થયો મોટો ખુલાસો, હવે આ કલાકારો સાથે કામ નહીં કરે

'તારક મહેતા' શૉને લઈને થયો મોટો ખુલાસો, હવે આ કલાકારો સાથે કામ નહીં કરે

06 June, 2020 11:10 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'તારક મહેતા' શૉને લઈને થયો મોટો ખુલાસો, હવે આ કલાકારો સાથે કામ નહીં કરે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ


હાલ ચાલી રહેલા કોરોના વાઈરસના આતંકથી લોકોનું જીવન અસ્ત-વસ્ત થઈ ગયું છે. આ વાઈરસથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે બધા પોતાના ઘરમાં કેદ છે. બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફૅન્સનું મનોરંજન કરી રહ્યા છે. હાલ અનલૉક 1 દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી છે.

લૉકડાઉનમાં ચાલતી ટીવી સીરિયલ્સની શૂટિંગ પર રોક લગાવી દીધી છે પરતું હવે મહારાષ્ટ્ર સરકારે પ્રોડ્યૂસર્સને સીરિયલ્સની શૂટિંગ શરૂ કરવાની મંજૂરી આપવમાં આવી છે. એવામાં સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ શૉને ફરીથી શરૂ કરવા માટે ઘણી મહેનત કરી રહી છે. શૉમાં ચાલૂ પાંડેનો રોલ ભજવનારા દયાશંકર પાંડેએ શૂટિંગને લઈને થનારી અડચણોને લઈને મોટો ખુલાસો કર્યો છે.



આ પણ જુઓ : Happy Birthday: અનુપમ ખેર સાથે પણ એક્ટિંગ કરી ચૂક્યા છે 'પત્રકાર પોપટલાલ'


એક રિપોર્ટ અનુસાર દયાશંકર પાંડેએ કહ્યું, અમે જલદી શૉની શરૂઆત કરવા માંગીએ છીએ પરંતુ હાલ અમારી સામે એક મોટી સમસ્યા એ છે કે અમને સેટ માટે કોઈ ડૉક્ટર નથી મળી રહ્યા. હાલ કોરોના નિયમના લીધે સેટ પર ડૉક્ટર રાખવા આવશ્યક છે એવામાં અમારી તકલીફ વધી ગઈ છે. મુંબઈમાં હાલ 40થી 50 શૉની શૂટિંગ શરૂ થવા જઈ રહી છે એવામાં કલાકારોનું ધ્યાન રાખવા હાલમાં અમને કોઈ ડૉક્ટર નથી મળી રહ્યા.

દયાશંકર પાંડેએ કહ્યું કે તારક મહેતા... એક એવો શૉ છે જ્યાં એક પરિવાર નહીં પરંતુ પૂરી સોસાયટી સાથે શૂટ કરવું પડે છે જેમાં ઓછામાં ઓછા 15થી 20 લોકો સામેલ હોય છે. એવામાં સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે થશે. હાલ આ સમસ્યા પર વાતચીત ચાલી રહી છે. મીટિંગમાં બધાને પૂછવામાં આવ્યું ત્યારે બધાએ કહ્યું કે હવે એકસાથે શૂટ ન કરીને અલગ-અલગ શૂટ કરવામાં આવે અને બાદ પછી એને એકસાથે બતાડવામાં આવે. બધા કલાકાર કામ પર પાછા ફરવા માંગે છે પરંતુ શૉમાં અમારે ક્યારે બધાએ સાથે બેસીને શૂટ કરવું પડે તો ક્યારે એકબીજાને ગળે લાગવાનો સીન કરવો પડે છે, એવામાં બધા લોકો ડરી ગયા છે.


જણાવી દઈએ કે સરકારે પ્રોડ્યૂસર્સને સીરિયલ્સની શૂટિંગ શરૂ કરવા માટેની મંજૂરી ઘણી શરતો સાથે આપી છે. તારક મહેતા સિવાય દયાશંકર પાંડે અત્યારે સત્યમેવ જયતે 2ની શૂટિંગ પણ શરૂ કરવાના છે. આજકાલ એમનો ટીવી શો શનિ પણ દંગલ ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે અને એમનો આ ટૉપ 5માં છે.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2020 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK