ટપુ સેનાની સરપ્રાઈઝ ગીફ્ટથી ભિડે કેમ ચિંતામાં પડી ગયા?

Updated: Sep 11, 2020, 08:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ભિડેના મનમાં એ ચિંતા સતાવી રહી છે કે અતિરિક્ત ભંડોળ હતું, કે પછી કોઈ સ્પોન્સર બન્યું છે

એપિસોડનો એક સીન
એપિસોડનો એક સીન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)નો આગામી એપિસોડમાં મિક્સ ઈમોશન્સ જોવા મળશે. ગોકુલધામમાં રંગારંગ કાર્યક્રમ પુરો થતા લોકો ખૂબ જ ખુશ થયા છે, પરંતુ બાપ્પાની વિદાયથી દુખી પણ છે. જોકે લોકોનો મૂડ સારો કરવા ટપુ સેનાએ એક પ્લાન બનાવ્યો છે.

સોસાયટીના દરેક મેમ્બરને સરપ્રાઈઝ ગીફ્ટ આપવાની યોજના ટપ્પુ સેનાએ બનાવી છે. દરેક લોકો એક્સાઈટેડ છે પરંતુ ભિડે માસ્ટર ચિંતામાં છે.

tmkoc

ગણેશોત્સવ 2020 પહેલા ભિડેને કાર્યક્રમની ચિંતા હતી પરંતુ આ ચિંતા ટપુ સેનાએ તેમને આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરે અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પરંતુ હવે આ ગિફ્ટ પ્રકરણથી ભિડેને ચિંતા છે કે બાળકો પૈસાની વ્યવસ્થા ક્યાથી કરશે.

 tmkoc

ભિડેના મનમાં આ ચિંતા સતાવી રહી છે કે અતિરિક્ત ભંડોળ હતું, કે પછી કોઈ સ્પોન્સર બન્યું છે. કોણ હોઈ શકે સ્પોન્સર. તમને પણ આ બધા પ્રશ્નો સતાવતા હશે તો આવતી કાલે સબ ટીવીમાં નિલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રા.લિ.નો આ શો સાડા આઠ વાગ્યે જોવાનું ભૂલતા નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK