Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતાની ડાયટ ક્વીન 'અંજલિ ભાભી' બની દુલ્હન, ફૅન્સે કરી આવી કમેન્ટ

તારક મહેતાની ડાયટ ક્વીન 'અંજલિ ભાભી' બની દુલ્હન, ફૅન્સે કરી આવી કમેન્ટ

14 October, 2020 11:39 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તારક મહેતાની ડાયટ ક્વીન 'અંજલિ ભાભી' બની દુલ્હન, ફૅન્સે કરી આવી કમેન્ટ

સુનૈના ફોજદાર

સુનૈના ફોજદાર


ટીવીનો સૌથી ફૅમસ અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દરરોજ ચર્ચામાં રહે છે. કૉમેડી સીરિયલ્સ આમ તો ઘણી બધી છે, પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના દરેક કલાકાર લોકોને ઘણા પંસદ આવે છે અને કલાકારોની ઘણી એવી લાંબી ફૅન ફૉલોઈંગ છે. થોડા સમય પહેલા આ શૉમાં બદલાવ જોવા મળ્યા છે. શૉની અંજલિ ભાભી એટલે નેહા મહેતાએ આ શૉ છોડી દીધો છે. હવે તેમની જગ્યા સુનૈના ફોજદારે લઈ લીધી છે. સુનૈના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સાથે એમની તસવીરો પર લાખોની સંખ્યામાં ફૅન્સ લાઈક્સ અને કમેન્ટ્સ કરે છે. હંમેશા સીરિયલમાં ડ્રેસમા સુંદર જોવા મળતી અંજલિ ભાભી સોશિયલ મીડિયા પર સાડીમાં ફૅન્સના દિલ જીતી રહી છે. હાલ સુનૈનાએ એમનો એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે દુલ્હનના લૂકમાં નજર આવી રહી છે.

સુનૈના ફોજદારે (Sunayana Fozdar) પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે સુંદર દુલ્હનના અવતારમાં નજર આવી રહી છે. વીડિયોને શૅર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે, શું આપણે બધાએ જીવનભરમાં એકવાર દુલ્હનની જેમ ડ્રેસઅપ કરવા માટે પ્રેમ નથી કરતા... તે દરેક સુંદર છોકરીને સમર્પિત છે, જેમની આંખોમાં સુંદર સપના છે. તમારા જીવનમાં જાદુ થવાનું છે.




વીડિયોમાં સુનૈના લાલ રંગના લહેંગામાં નજર આવી રહી છે. આ વીડિયો કૈલાશ ખેરના ફૅમસ ગીત આજ મેરે પિયા ઘર આવેંગે પર છે. સુનૈનાએ આ પોતાનું મનપસંદ ગીત ગણાવ્યું છે.


તમને જણાવી દઈએ કે સુનૈના ફોજદાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મમાં તારક મહેતાની પત્નીનો રોલ ભજવી રહી છે. તેમ જ ગોકુલધામવાસીઓ એમને અંજલિ ભાભીના નામે બોલાવે છે. સુનૈના રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બૉલ્ડ અને સુંદર ફોટાઓથી ભરેલું છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2020 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK