હવે વૉટ્સએપ પર આવશે આ શૉના સ્ટિકર, ડાયલૉગ્સ પણ કરી શકશો શૅર

Published: 1st December, 2019 13:07 IST | Mumbai Desk

વૉટ્સએપ પર શૉ સાથે જોડાયેલા કેટલાય સ્ટિકર સામેલ થવાના છે, જેનાથી તમારી ચેટ વધારે રસપ્રદ થઈ જશે.

ટીવીનો લોકપ્રિય શૉ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોમાં ખૂબ જ પૉપ્યુલર છે. હવે તમે રોજિંદા જીવનની વાતચીતમાં પણ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માંને ભૂલી નહીં શકો અને આ તમારી વવાતચીતને હજી વધારે રસપ્રદ બનાવશે. સોશિયલ મેસેજિંગ એપ વૉટ્સએપનો તો તમે ઉપયોગ કરતાં જ હશો, હવે ત્યાં પણ એક શૉની એન્ટ્રી થવાની છે. હકીકતે, વૉટ્સએપ પર શૉ સાથે જોડાયેલા કેટલાય સ્ટિકર સામેલ થવાના છે, જેનાથી તમારી ચેટ વધારે રસપ્રદ થઈ જશે.

વૉટ્સએપના સ્ટિકર ફીચરમાં કેટલીય જાણીતી હસ્તીઓના સ્ટિકર્સ આવી ગયા છે. હવે આમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માંનું નામ પણ સામેલ થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં જ તમારા ફોનની સ્ક્રીન પર દયાબેન જેઠાલાલ જેવા પાત્રોના ડાયલૉગવાળા સ્ટિકર્સ જોવા મળશે. શૉ વર્ષ 2008થી લોકોનો પ્રિય કૉમેડી શૉ બનેલો છે. માનવામાં આવી રહ્યું છે કે કલાકારો દ્વારા બોલવામાં આવતાં સિગ્નેચર માર્ક સાથે આ સ્ટિકર્સ રિલીઝ કરવામાં આવશે.

રિપોર્ટ્સ પ્રમાણે, આ સ્ટિકર્સમાં બબીતાજીની 'હાએ', સોઢીનું 'બલ્લે-બલ્લે', બાવરીનું 'ગલતી સે મિસ્ટેક હો ગયા' અને દયાબેનની 'હે માઁ... માતાજી' જેવા ડાયલૉગ્સ પણ હશે. તો ચર્ચા એ પણ છે કે દિશા વાકાણી એટલે કે દયાબેન શૉમાં કમબૅક કરી શકે છે અને કદાચ તે એક જ એપિસોડ માટે કમબૅક કરશે.

આ પણ વાંચો : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

કહેવામાં આવી રહ્યું છે કે દયાબેન જે એપિસોડ માટે શૉમાં કમબૅક કરવાની છે, તેમાં તે પતિ જેઠાલાલ સાથે વીડિયો કૉલ પર વાત કરતી દેખાશે. આ અંદાજો બાગાના સપનાને લઈને લગાડવામાં આવી રહ્યો છે અને માનવામાં આવી રહ્યો છે કે બાગાનું સપનું મેકર્સ તરફથી દિશા વાકણીના કમબૅકને લઈને ઇશારો કરે છે. જણાવીએ કે દિશા વાકાણીની ગેરહાજરીને કારણે શૉની ટીઆરપી પર ખૂબ જ અસર પડી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK