'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી સતત ચર્ચામાં રહે છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના દર્શકોની દિલમાં એલ અલગ છાપ છોડી નાના બાળકથી લઈને વૃદ્ધ લોકોને આ શૉ જોવો ઘણો ગમે છે. આ શૉની ટીઆરપી પણ સતત સાતમાં આસમાને રહી છે. હાલ નેહા મહેતા ઉર્ફે અંજલી તારક મહેતા અને રોશનસિંહ સોઢીનો રોલ ભજવતો ગુરૂચરણ સિંહે આ શૉને અલવિદા કહ્યું છે. સાથે અંજલીના રોલમાં સુનૈના ફોજદાર અને સોઢીના રોલમાં બલવિન્દર સિંહ સૂરીએ શૉમાં એન્ટ્રી મારી દીધી છે.
હાલ જ માધવી ભાભીના રોલમાં જોવા મળેલી સોનાલિકા જોશીએ હાલ સોશિયલ મીડિયા પર એક તસવીર શૅર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે. Guess Who?, સોનાલિકા જોશીએ એમનાં બાળપણની એક તસવીર શૅર કરી છે. જેમાં ઘણી ક્યૂટ લાગી રહી છે અને સ્માઈલ પરથી તો તમે ઓળખી જશો કે અથાણાં અને પાપડ જેવી તીખી-મીઠી તો આપણી માધવી ભીડે છે.
આ પણ જુઓ : જુઓ અથાણાં-પાપડ જેવી જ તીખી-મીઠી છે 'તારક મહેતા'ની 'માધવી ભાભી'
સોનાલિકા જોશી શૉની શરૂઆતથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ સાથે જોડાયેલી છે. આ શૉમાં સોનાલિકા જોશી એક મરાઠી મહિલાનો રોલ ભજવી રહી છે અને વાસ્તવિક જીવનમાં પણ માધવી મરાઠી પરિવારથી છે. શૉમાં માધવી ભાભી ઘણી ધાર્મિક બતાવી છે, પરંતુ અસલ જીવનમાં તે સ્ટાઈલિશ છે. એમની સાદગી લોકોને ઘણી પસંદ આવે છે. શૉમાં તે અથાણાં અને પાપડનો બિઝનેસ પણ કરતી નજર આવી છે. શૉમાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવીનો રોલ ભજવનારી સોનાલિકા જોશીની એક્ટિંગ લોકોને ઘણી ગમે છે.
આ પણ વાંચો : આ શું હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પર ફિલ્મ બનશે, ચાલી રહ્યા છે આવા પ્લાનિંગ
માધવી ભીડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો શૅર કરતી રહે છે. સોનાલિકાએ પોતાના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. એ સિવાય સોનાલિકા કેટલીક મરાઠી ફિલ્મો અને કેટલીક એડમાં પણ નજર આવી ચૂકી છે. સોનાલિકા જોશી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં 2008થી જોડાયેલી છે અને દર્શકનોનું મનોરંજન 11 વર્ષથી કરતી આવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ લોકોને ઘણો પસંદ આવે છે. સાથે જ શૉના બધા જ પાત્રોએ લોકોનું હસાવીને મનોરંજન કર્યું છે.
TMKOC: ચર્ચામાં છે બબીતાજીની આ નવી તસવીર, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
22nd January, 2021 18:17 ISTતારક મહેતા રસગુલ્લા ખાશે કે નહીં એ નક્કી કરશે પબ્લિક!
21st January, 2021 19:35 ISTTMKOC: શું 2021માં 'તારક મહેતા' શૉમાં થશે 'દયાબેન'ની એન્ટ્રી, આ છે મિશન
21st January, 2021 12:18 ISTTMKOC: આ શું પત્રકાર પોપટલાલના થઈ ગયા લગ્ન, ઘરની બાલ્કનીમાં દેખાઈ સુંદર દુલ્હન
8th January, 2021 15:28 IST