Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં: જેઠાલાલની સામે આવી ગયા દયાબેન, જુઓ વીડિયો

તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં: જેઠાલાલની સામે આવી ગયા દયાબેન, જુઓ વીડિયો

16 October, 2019 04:51 PM IST | મુંબઈ ડેસ્ક

તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં: જેઠાલાલની સામે આવી ગયા દયાબેન, જુઓ વીડિયો

તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં

તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં


સબ ટીવી પર પ્રસારિત થતો શૉ 'તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં'માં છેલ્લાં ઘણાં સમયથી દયાબેનની ઉણપ વર્તાય છે. પણ હવે ચાહકો માટે સારા સમાચાર એ છે કે હવે ટૂંક સમયમાં જ દયાબેનની ઝલક શૉમાં દેખાવાની છે. દયાબેનની એન્ટ્રી એક સરસ ટ્વિસ્ટ સાથે થવાની છે જેની માટે શૉના ચાહકો ખૂબ જ ઉત્સુક છે.

તાજેતરમાં સબ ટીવી પર તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં શૉમાં આગામી એપિસોડનો એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં દયાબેનનો અવાજ સંભળાય છે. જણાવી દઇએ તે જેઠાલાલ અને તેમના પરિવારે નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી દયાબેન પાછાં નહીં આવે તે ગરબા નહીં રમે. શૉના સ્લૉટમાં હાલ આ બતાવવામાં આવી રહ્યું છે કે ગોકુલધામ સોસાયટીમાં દુર્ગા પૂજા આરંભ થઈ ગઈ છે જેના પછી આખી સોસાયટી ગરબા કરવાની છે.



છેલ્લે દયાબેનના ભાઈ સુંદરે જેઠાલાલને વાયદો કર્યો હતો કે તે દયાને દુર્ગા પૂજામાં લઈ આવશે. સુંદર પોતાના વાયદા પ્રમાણે 10 ઘૂમટો તાણીને ઊભેલી છોકરીઓને લઈ આવે છે. સુંદર જેઠાલાલને કહે છે કે તેમણે આ સ્ત્રીઓ વચ્ચે દયાબેનને ઘૂમટા ઉઠાવ્યા વગર ઓળખવાનું છે.


જેના પછી જેઠાલાલ ઝડપથી દયાબેનને સાદ પાડે છે પણ બધી જ સ્ત્રીઓ દયાબેનના અવાજમાં તેને જવાબ આપે છે, દયાનો અવાજ આવે છે, બોલીએ ટપ્પૂ કે પાપા. જેઠા ફરી સાદ પાડે છે દયા મેરી કોયલ, તેના પર જવાબ આવે છે, બોલો મેરે કૌએ. આનો કોઇ ઉપાય ન નીકળતો જોઇ સોસાયટીવાળા જેઠાલાલને કહે છે કે હાર માની લો અને દયાને જીતી જાઓ, જેના પર જેઠાલાલ કહે છે મારે દયાને હારીને નથી જીતવી.


આ પણ વાંચો : ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

હવે જોવાનું એ છે કે આ ઘૂમટાની આડમાં જેઠાલાલ પોતાની દયાને કઈ રીતે ઓળખે છે. દરેક ચાહક દયાબેનની એન્ટ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 04:51 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK