Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC: આ એક્ટર પર થયો હુમલો

TMKOC: આ એક્ટર પર થયો હુમલો

30 October, 2020 01:57 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

TMKOC: આ એક્ટર પર થયો હુમલો

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)માં ગોગીનો રોલ પ્લે કરનાર સમય શાહ પર તેની બિલ્ડિંગમાં કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બોરીવલીમાં રહેતો સમય શાહ પોતાના ઘરની બહાર હતો ત્યારે આ બનાવ બન્યો હતો. ઈન્સ્ટા સ્ટોરીમાં બનાવ અંગેની વાત તથા CCTV ફુટેજની એક ક્લિપ શૅર કરી છે.




સમય શાહે કહ્યું હતું, 'આ વ્યક્તિ બે દિવસ પહેલા મારી બિલ્ડિંગમાં આવ્યો હતો અને કોઈ પણ જાતના કારણ વગર મને ગાળો બોલવા લાગ્યો હતો. મને ખ્યાલ નથી કે આ કોણ છે? મને ગાળો આપવા પાછળનું કારણ પણ મને ખબર નથી અને મને કયા કારણોસર ગાળો આપવામાં આવી તે ખ્યાલ નથી. તેણે મને ધમકી આપી હતી કે તે મને જાનથી મારી નાખશે. હું માનું છું કે મારી સાથે કે મારા પરિવાર સાથે કંઈક બને તો તેની માહિતી ચાહકોને હોય અને તેથી જ હું આ વાત કહું છું. આભાર.'

સમય શાહની માતા નીમા શાહે કહ્યું હતું, 'છેલ્લાં કેટલાંક મહિનાથી અમારો ડ્રાઈવર નોકરીએ આવતો નથી અને તેથી જ સમય લોકલ કેબમાં ટ્રાવેલ કરે છે. આ ધમકી પહેલીવાર મળી નથી. આ પહેલા પણ સમય સાથે આવી ઘટના બની ચૂકી હતી. આ પહેલા બે વાર તેને ધમકી મળી હતી પરંતુ મેં તેના પર બહુ ધ્યાન આપ્યું નહોતું. જોકે, આ વખતે ગંભીર બાબત છે. કોઈ મારા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તો મને કેમ ટેન્શન ના થાય? મને તો એ વાતનો ડર છે કે મારા દીકરા સાથે કંઈક અઘટિત ના બને. હાલ તો મારા ઓળખીતા હોય તેની સાથે જ સમયને મોકલું છું. પ્રયાસ કરું છું કે તેની સાથે સતત રહું. ફુટેજમાં 5થી વધુ છોકરાઓ જોવા મળે છે પરંતુ સાંજનો સમય હોવાથી કોઈને ચહેરો સ્પષ્ટ દેખાતો નથી.'


સમય શાહે બોરિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2020 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK