આ કોણ આવ્યું 'તારક મહેતા'ના સેટ પર, 'રોશન ભાભી' સાથે છે કનેક્શન, જુઓ તસવીરો

Published: Jul 25, 2020, 11:50 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

તારક મહેતામાં રોશન સિંહની ભૂમિકા નિભાવનાર જેનિફર મિસ્ત્રીએ કેટલીક થ્રૉબેક તસવીરો શૅર કરી છે. ફોટોઝ ગયા વર્ષના છે,

રોશન સિંહ સાથે એમની બહેન અને જેઠાલાલ
રોશન સિંહ સાથે એમની બહેન અને જેઠાલાલ

કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો વચ્ચે ઘણો ફૅમસ અને લોકપ્રિય છે. આ શૉ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે અને શૉથી જોડાયેલા દરેક કલાકારોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવવામાં સફળ રહી છે. શોના સ્ટાર્સ પોતે તારક મહેતાની ટીમને તેમના પરિવાર કરતા ઓછું માનતા નથી. તેથી, ઘણી વખત કલાકારનો પરિવાર પણ સેટ પર પહોંચી જાય છે.

જ્યારે સેટ પર પહોંચી રોશન સિંહનો પરિવાર

તારક મહેતામાં રોશન સિંહની ભૂમિકા નિભાવનાર જેનિફર મિસ્ત્રીએ કેટલીક થ્રૉબેક તસવીરો શૅર કરી છે. ફોટોઝ ગયા વર્ષના છે, જ્યારે તારક મહેતાના સેટ પર જેનિફર મિસ્ત્રીની માતા અને બહેન પહોંચ્યા હતા. જેનિફરે ઘણા ફોટોઝ શેર કર્યા છે જે દર્શાવે છે કે તે સમયે આખી ટીમે એમના પરિવાર સાથે કેટલી મસ્તી કરી હતી. જેનિફરની માતા અને બહેને જેઠાલાલથી લઈને નટુ કાકા સુધી, સેટ પર હાજર આખી ટીમની સાથે ફોટો ક્લિક કરી હતી.

આ તમામ ફોટોઝને શૅર કરતા જેનિફર મિસ્ત્રી લખે છે કે, વર્ષ 2019ની તસવીરો જ્યારે મારી માતા અને બહેન ડિમ્પલ સેટ પર આવ્યા હતા. જુઓ કેવી રીતે ડિમ્પલ શરમાઈ રહી છે. તે દિલીપ જોશીને જોઈને કેવી રીતે ખુશ થઈ રહી છે. દિલીપજી પણ ઘણા હસી રહ્યા છે. તે અમ્બૂ, નેહા અને સમય સાથે ઘણી હળી-મળી ગઈ છે. તે અમ્બૂ પાસે કઈપણ માંગી શકે છે, જેવી રીતે મારી પાસે માંગે છે. મને તો મારી મમ્મીને કહેવું પડ્યું કે મારી સાથે પણ ફોટોઝ ક્લિક કરી લો, અને કહ્યું, 'ઘર કી મુર્ગી દાલ બરાબર હોતી હૈ.'

સોશિયલ મીડિયા પર આ મનોરંજક તસવીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. કારણકે હાલ સોશિયલ મીડિયા પર તારક મહેતા ટ્રેન્ડ કરી રહ્યું છે, એટલે જેનિફરની શૅર કરેલી આ તસવીરો પણ વાઈરલ થઈ ગઈ છે. ફૅન્સ આ મસ્તીને ઘણી પસંદ કરી રહ્યા છે. જેનિફર તારક મહેતાના સેટ પરથી હંમેશા ફોટોઝ શૅર કરતી રહી છે.

આ પણ વાંચો : લાંબા બ્રેક બાદ શરૂ થયો 'તારક મહેતા..' શૉ, પહેલા જ દિવસે થઈ ગઈ આ ભૂલ

4 મહિનાના લૉકડાઉન બાદ 22 જૂલાઈથી તારક મહેતાના નવા એપિસોડ ટેલિવિઝન પર પાછા જોવા મળી રહ્યા છે. શૉના નવા એપિસોડ જોયા બાદ કેટલાક ફની મીમ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે અને મીમ્સ જોઈને લોકો ઘણા ખુશ થઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK