જેઠાલાલની જિદ પર થઈ રહી છે દયાબેનની એન્ટ્રી, જુઓ પ્રોમો વીડિયો

Published: Oct 07, 2019, 20:05 IST | મુંબઈ ડેસ્ક

આ એપિસોડનો પ્રોમો વીડિયો પણ ચેનલે શૅર કર્યો છે, જેમાં જેઠાલાલની જિદ પર દયાબેન ઉર્ફે દિશા વાકાણીની એન્ટ્રી થતી દર્શાવવામાં આવશે

તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં
તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં

સબ ટીવીના લોકપ્રિય શૉ તારક મેહતા કા ઊલ્ટા ચશ્માંના ચાહકો હવે આતુરતાથી જૂના દયાબેનની રાહ જોઈ રહ્યા છે. શૉના ચાહકોને ઘણાં સમયથી દયાબેનની ઉણપ વર્તાઇ રહી હતી હવે જ્યારે જૂના દયાબેનની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. આ એપિસોડનો પ્રોમો વીડિયો પણ ચેનલે શૅર કર્યો છે, જેમાં જેઠાલાલની જિદ પર દયાબેન ઉર્ફે દિશા વાકાણીની એન્ટ્રી થતી દર્શાવવામાં આવશે.

તાજેતરમાં જ સબ ટીવીના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પ્રોમો વીડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં દર્શાવાયું છે કે જેઠાલાલ દયા વગર ઉદાસ બેઠો છે, જેઠાલાલને ઉદાસ જોઇને સોસાઇટીની બધી જ મહિલાઓ તેના સાળા સુંદરને તરત કૉલ કરે છે, જેના પછી સુંદર જેઠાલાલને ફોન કરની વઢે છે. જેઠાલાલ સુંદરને કહે છે કે દયા વગર હું ગરબા નહીં રમું.

જેઠાલાલની આ વાત સાંભળીને સુંદર કહે છે કે, "હા તો ઠીક છે આજે રાતે ગોકુલધામ સોસાઇટીમાં હું બહેનાને લઇને આવી જાઉં છું, અને જોઉં છું કે તમે ગોકુલધામમાં ગરબા કઈ રીતે નથી કરતાં."

આ વીડિયોને જોઇને સ્પષ્ટ દેખાય છે કે હવે ટૂંક સમયમાં જ શૉમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણીનું કમબૅક થવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ સ્પૉટબૉયની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દયાબેનની એન્ટ્રી શૉમાં નવરાત્રિ સેલિબ્રેશન દરમિયાન ખૂબ જ ધમાકેદાર અંદાજમાં થવાની છે. શૉમાં બધાં હાલ નવરાત્રિના અવસરે દયાબેનના ગરબાને ખૂબ જ યાદ કરે છે, જેમાં જેઠાલાલે નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી દયાબેન પાછાં નહીં આવે તે ગરબા નહીં કરે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

દિશા વાકાણીએ 2 વર્ષ પહેલા શૉમાંથી મેટરનિટી લીવ લીધી હતી જેના પછી તેણે દીકરીના કારણે શૉમાં પાછા અવવાની ના પાડી દીધી હતી. પણ હવે તેની શૉમાં ફરી એકવાર એન્ટ્રી થવા જઈ રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK