Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જાણો કેમ તારક મહેતા..ના નિર્માતાએ ટપુને કહ્યું આવું, વાંચીને બધા હેરાન

જાણો કેમ તારક મહેતા..ના નિર્માતાએ ટપુને કહ્યું આવું, વાંચીને બધા હેરાન

23 December, 2020 09:28 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જાણો કેમ તારક મહેતા..ના નિર્માતાએ ટપુને કહ્યું આવું, વાંચીને બધા હેરાન

ભવ્ય ગાંધી, તસવીર સૌજન્ય - મિડ-ડે

ભવ્ય ગાંધી, તસવીર સૌજન્ય - મિડ-ડે


સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. સીરિયલમાં ટપુના રોલમાં જોવા મળેલો ભવ્ય ગાંધી ઘર-ઘરમાં પોતાની ઓળખાણ બનાવીને પ્રખ્યાત થઈ ગયો છે. પણ આ શૉના નિર્માતા અસિતકુમાર મોદીએ એના પર એક ગંભીર આરોપ લગાવ્યો હતો. અસિતકુમાર મોદીએ ભવ્ય ગાંધીને 'અનપ્રોફેશનલ' કહ્યું હતું.

2017માં ભવ્ય ગાંધીએ ફિલ્મોમાં સંપૂર્ણ કરિયર બનાવવા માટે શૉ છોડી દીધો હતો અને તારક મહેતા ઉલ્ટા ચશ્મા શૉ છોડવાના નિર્ણયથી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેમ જ ભવ્યના શૉમાંથી બહાર નીકળ્યા બાદ અસિતકુમાર મોદીએ દૈનિક ભાસ્કરે એક આઘાતજનક ઈન્ટરવ્યૂ આપ્યું હતું, જ્યાં તેમણે જાહેર કર્યું કે ભવ્ય ગાંધીના અવ્યવસાયિક વર્તનથી તેઓ નિરાશ હતા.



અસિતકુમારે કહ્યું, 'ઈમાનદારીથી કહું તો આવું જોઈને દુ:ખ થયું કે ભવ્ય ગાંધીએ અમારો શૉ છોડી દીધો, જ્યારે અમને એની સૌથી વધારે આવશ્યક્તા હતી. હું એના માટે એક પિતા સમાન હતો અને આટલા વર્ષો સુધી મેં તેનું સમર્થન પણ કર્યું. તેણે કહ્યા વગર એક ગુજરાતી ફિલ્મ સાઈન કરી લીધી. ત્યા સુધી મારા શૉને નુકસાન નહીં થયું, મેં તેમા દખલ નહીં કરી. અમે એક વિશેષ ગણતંત્ર દિવસ એપિસોડની શૂટિંગ કરી રહ્યા હતા અને એના માટે ભવ્યની આવશ્યક્તા હતી. આશ્ચર્યની વાત એ છે કે ભવ્યએ શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. મારો અને મારી ટીમ પ્રત્યે તેનો આવો વ્યવહાર જોઈને હું નિરાશ થઈ ગયો. આટલા વર્ષો દરમિયાન મેં હંમેશા તેને સાથ સહયોગ આપ્યો, પણ કોઈપણ આવો બિનવ્યાવસાયિક વર્તન સહન કરી શકે નહીં. અમારી પાસે નવો ચહેરો લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.


હાલ ભવ્ય ગાંધીની જગ્યા રાજ અનડકટે લીધી છે. સાથે ભવ્ય ગાંધીએ ભૂલવું નહીં જોઈએ કે જે ટપુનો રોલ હતો, એ દર્શકોનું સૌથી લોકપ્રિય પાત્ર હતું અને હવે મને તેની સામે કોઈ ફરિયાદ પણ નથી.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2020 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK