તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા હવે મરાઠીમાં પણ

Published: Dec 20, 2019, 12:42 IST | Ahmedabad

ગોકુલધામચી દુનિયાદારીના નામે થશે પ્રસારિત : અગાઉ ‘તારક મામા ઐયો રામા’ના નામે ‘તારક મેહતા...’ નું તેલુગુ વર્ઝન આવી ચૂક્યું છે

ગોકુલધામચી દુનિયાદારી
ગોકુલધામચી દુનિયાદારી

દુનિયાભરના દર્શકોને ઘેલું લગાડનાર ગુજરાતી લેખક તારક મહેતાએ લખેલી ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ સિરીઝ પરથી બનેલી ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એક પછી એક શિખર સર કરી રહી છે. એ ટીઆરપીમાં તો અગ્રેસર રહે જ છે, પણ હવે એ મરાઠી ભાષામાં પણ શરૂ થવાની છે.

મહારાષ્ટ્ર અને ગોવામાં લોકપ્રિય હોવાના કારણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ હવે મરાઠી ચૅનલ ‘ફક્ત મરાઠી’ પર આ મહિનાના છેલ્લા અઠવાડિયાથી પ્રસારિત થશે જેનું નામ ‘ગોકુલધામચી દુનિયાદારી’ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના તેલુગુ વર્ઝન ‘તારક મામા ઐયો રામા’ના બે વર્ષ સુધી ૬૦૦થી વધુ સફળ એપિસોડ્સ આવી ચૂક્યા છે. હવે મહારાષ્ટ્રના લોકો માટે એનું મરાઠી વર્ઝન આવશે જે ‘એન્ટર 10 ટેલિવિઝન પ્રાઇવેટ લિમિટેડ’ની ‘ફક્ત મરાઠી’ ચૅનલ પર સોમથી શનિ રાતે નવ વાગ્યે પ્રસારિત થશે. 

૨૦૦૮ની ૨૮ જુલાઈથી શરૂ થયેલા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ૨૮૦૦થી વધુ એપિસોડ્સ રિલીઝ થયા છે અને સૌથી લાંબા ચાલનારા શોમાં એનું નામ નોંધાયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK