TMKOC: માસ્ટર ભીડેની સોનૂ કોને કહીં રહી છે ફાલતૂ, ફૅન્સને આપી આ ચેતવણી

Updated: 23rd September, 2020 19:46 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પલક ઈન્સ્ટાગ્રામ પર હંમેશા કોઈને કોઈ પોસ્ટ અથવા વીડિયો શૅર કરતી રહે છે અને ફૅન્સનું મનોરંજન કરતી રહે છે. હાલ પલક સિધવાનીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો છે.

પલક સિધવાની
પલક સિધવાની

નાના પડદાનો સૌથી પ્રખ્યાત અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. તારક મહેતા શૉમાં સોનૂ ભીડેનો રોલ ભજવનારી એક્ટ્રેસ પલક સિધવાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પલક ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફૅમસ છે. પલક ઈન્સ્ટાગ્રામ પર હંમેશા કોઈને કોઈ પોસ્ટ અથવા વીડિયો શૅર કરતી રહે છે અને ફૅન્સનું મનોરંજન કરતી રહે છે. હાલ પલક સિધવાનીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો છે. પલક સિધવાની સોશિયલ મીડિયા પર એટલી લોકપ્રિય છે કે સોશિયલ મીડિયા પર એના નામથી ઘણા મીમ્સ પણ વાઈરલ થઈ જાય છે.

આ બધાની વચ્ચે પલકને એના ફોટોનો ઉપયોગ મીમ્સ તરીકે વાપરનાર પર ઘણું ખોટું લાગ્યું છે અને આવું કરનારને ચેતવણી પર આપી દીધી છે. પલક સિધવાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શૅર કરતા મીમ્સ શૅર કરનાર વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી છે અને લખ્યું છે, બધા મીમ્સ અને ફાલતૂ પેજિસ.. હું તમને બધાને ચેતવણી આપી રહી છું કે મારી તસવીરનો ઉપયોગ કરવાનું બંધ કરી દો. મારી તસવીરોને ક્રોપ કરવાનું બંધ કરી દો. મારા વિશે અભદ્ધ ટિપ્પણી લખવાનું બંધ કરી દો. દુનિયામાં પહેલેથી જ આટલું ચાલી રહ્યું છે, તો નફરત ફેલાવાનું બંધ કરી દો.

sonu-03

પલકે આગળ લખ્યું છે, જો તમે મને પસંદ નથી કરતા, તો મને ફૉલો કરવાનું બંધ કરી દો. આ સીધી અને સરળ વાત છે. પરંતુ તમને મારૂં અપમાન અને મારા વિશે બકવાસ ફેલાવવાનો કોઈ અધિકાર નથી. જો હવે મને એવી કોઈ પણ પોસ્ટ વિશે ખબર પડી, જે મારી ગરિમાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે અથવા મારી માનસિક શાંતિને નષ્ટ કરી રહ્યું છે તો હું કસમ ખાઉં છું કે એવા લોકોને એના ગંભીર પરિણામ ભોગવવા પડશે. મને એવી કોઈ પણ કાર્યવાહી કરવા માટે મજબૂર નહીં કરો, જેથી તમારા પૅજને નુકસાન પહોંચે. કાન ખોલીને સાંભળી લો હંમેશા માટે એને રોકી દો.

જણાવી દઈએ કે પલક સિધવાનીએ સોનૂ ભીડેનો રોલ ભજવીને ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. પલકે 2018માં પોતાના કૉલેજમાં મૉડલિંગ સ્પર્ધા જીતી હતી, જેના બાદ તેણે ધ બાર નામની શૉર્ટ ફિલ્મમાં કામ કર્યું છે. એટલું જ નહીં પલકે અમૂલ માટે પણ કામ કર્યું છે. પલક રોનિત રૉય અને ટિસ્કા ચોપડાની લીડ રોલવાળી વેબ-સીરીઝ હોસ્ટેજમાં પણ નજર આવી ચૂકી છે.

 • 1/25
  કોણ છે નવી અંજલી ભાભી. આ વાતથી લોકો અજાણ છે. હાલ સુનૈના સતત ચર્ચાનો વિષય બની ગઈ છે. 

 • 2/25
  સમાચાર અને સોશિયલ મીડિયા પર પણ નવી અંજલી ભાભી ઉર્ફે સુનૈના ફૌજદારની બોલબોલા ચાલી રહી છે.

 • 3/25
  એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે સુનૈના ફૌજદાર કોણ છે અને એનું ટીવી સીરિયલ્સમાં કરિયર કેવું રહ્યું છે.

 • 4/25
  સુનૈના ટીવી જગતની જાણીતી એક્ટ્રેસમાંથી એક છે, જેણે એક્ટિંગના દમ પર ઘણી સફળતા પ્રાપ્ત કરી છે.

 • 5/25
  જો એમનાી સીરિયલ્સની લિસ્ટ બનાવીએ, તો તે ઘણી લાંબી છે.

 • 6/25
  સુનૈના ઘણા ટીવી શૉઝમાં નજર આવી ચૂકી છે અને લગભગ 12 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે.

 • 7/25
  આની પહેલા એક્ટ્રેસ 'સંતાન', 'લેફ્ટ રાઈટ લેફ્ટ', 'લાગી તુઝસે લગન', 'એક રિશ્તા સાઝેદારી કા' અને 'બેલન વાલી બહુ' જેવી હિટ સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે.

 • 8/25
  આ અભિનેત્રી તેના ફોટોગ્રાફ્સ સાથે ટીવી કારકિર્દી માટે પણ ચર્ચામાં રહે છે. 

 • 9/25
  ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેનારી સુનૈના ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના સુંદર ફોટોઝ શૅર કરતી હોય છે, જેને તેમના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

 • 10/25
  ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેની હૉટ તસવીરો લોકોને ઘણી પસંદ આવે છે.

 • 11/25
  તમને જણાવી દઈએ કે રિયલ લાઈફમાં સુનૈના ઘણી ગ્લેમરસ અને હૉટ છે, જેના પુરાવા તમને તેના આ ફોટા પરથી મળશે.

 • 12/25
  હકીકતમાં સુનૈના ફૌજદાર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

 • 13/25
  સુનૈના પોતાના સેક્સી અને હૉટ ફોટોઝ ફૅન્સ સાથે શૅર કરે છે અને લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

 • 14/25
  હવે તારક મહેતા શૉમાં જોડાયા બાદ ફૅન્સ સુનૈના વિશે વધારે ગૂગલ સર્ચ કરી રહ્યા છે.

 • 15/25
  અંજલી ભાભીની ભૂમિકામાં સુનૈનાને જોઈને ચાહકો ઘણા ઉત્સાહિત છે. 

 • 16/25
  તાજેતરમાં જ એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં સુનૈનાએ કહ્યું હતું કે, મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે હું તારક મહેતા શૉનો ભાગ છું.

 • 17/25
  સુનૈનાએ કહ્યું કે તે ઘણી નર્વસ છે કે દર્શકો એને પંસદ કરશે કે નહીં કારણકે 12 વર્ષથી આ રોલ નેહા ભજવી રહી હતી.

 • 18/25
  સુનૈનાએ એમ પણ કહ્યું કે તેઓ આ પ્રેશરને પૉઝિટીવ રીતે લેશે. હું આ પાત્ર માટે મારું 100 ટકા આપીશે. 

 • 19/25
  સાથે સુનૈનાએ એવુ પણ કહ્યું કે હું જાણું છું કે દર્શકો આ શૉને ખૂબ પસંદ કરે છે અને હું ઇચ્છું છું કે પ્રેક્ષકો પણ મને પસંદ કરે.

 • 20/25
  આ શૉમાં તેના પહેલા દિવસનો અનુભવ શૅર કરતાં સુનૈનાએ કહ્યું, અસિત સર અને પ્રોડક્શન હાઉસે મને શૉ પર કોઈ દબાણ ન આપ્યું.

 • 21/25
  શૈલેષજી એટલે તારક મહેતા પણ ઘણા સપોર્ટિવ હતા. મારો પહેલો સીન તેમની સાથે જ હતો. શૉના ડાયરેક્ટર પણ ઘણા સપોર્ટિવ હતા, તેથી કોઈએ મને પહેલા દિવસે કોઈપણ જાતનું પ્રેશર આવવા નહીં દીધું.

 • 22/25
  ઘણા બધા ટેલિવિઝન શૉમાં જલવો વિખેર્યા બાદ હવે જોવું રહેશે કે અંજલી ભાભીના રોલમાં સુનૈના કેવી ધમાલ મચાવશે.

 • 23/25
  જણાવી દઈએ કે રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહે પણ તારક મહેતા શૉને બાય-બાય કહીં દીધું છે.

 • 24/25
  રોશનસિંહ સોઢીના રોલ માટે બલવિન્દર સિંહ સૂરીએ શૉમાં એન્ટ્રી મારી દીધી છે.

 • 25/25
  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક પ્રોમોમાં નવા અંજલી ભાભી અને રોશનસિંહ સોઢની એક ઝલક જોવા મળી છે. 

First Published: 23rd September, 2020 18:02 IST
Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK