દિશા વાકાણીની 'તારક મહેતા'માં થશે વાપસી, આસિત મોદીએ કર્યું કન્ફર્મ

Published: Oct 02, 2019, 10:52 IST | મુંબઈ

દિશા વાકાણી આખરે શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરી રહ્યા છે. ખુદ શોના મેકર્સે આ વાતની પુષ્ટિ કરી છે.

જલ્દી જ તારક મહેતામાં પાછા ફરશે દયાબેન
જલ્દી જ તારક મહેતામાં પાછા ફરશે દયાબેન

દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો ત્યારથી તેમના શોમાં પાછા ફરવાની વાતો ચાલી રહી હતી. ચાહકો પણ લાંબા સમયથી તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા અને આખરે તેમની ઈચ્છા પુરી થવા જઈ રહી છે. ખુદ શોના મેકર્સે કન્ફર્મ કર્યું છે કે દિશા વાકાણી શોમાં પાછા ફરી રહ્યા છે.

અનેક અફવાઓ, સ્પષ્ટતાઓ અને અહેવાલોના અંતે તારક મહેતાના મેકર્સ દિશા વાકાણીના શોમાં પાછા આવવા મામલે નિવેદન આપ્યું છે. timesofindia.com સાથેના એક ઈન્ટરવ્યૂ દરમિયાન આસિત કુમાર મોદીએ કન્ફર્મ કર્યું છે કે, દર્શકો તેમના દયાબેનને બહુ જલ્દી જોઈ શકશે. તેમણે કહ્યું કે, "અમે સકારાત્મક છે કે દિશા શોમાં દયા તરીકે કમબેક કરશે. જેમાં એકામ મહિના જેટલો સમય લાગી શકે છે. અમે તેમને ઘણા સમયથી શોમાં પાછા ફરવાનું કહેતા હતા. પરંતુ તેઓ તૈયાર નહોતા અને અમને કહ્યું હતું કે, 'મારી દીકરી હજી નાની છે, હું તેને એકલી કેમ મુકી શકું?', પરંતુ હવે લાગે છે કે તેણે શોમાં પાછા ફરવાનું મન બનાવી લીધું છે."

દિશા વાકાણી અને દિલીપ જોશીનું પાત્ર આ કોમેડી શો માટે ખૂબ જ મહત્વના છે. એટલે જ, છેલ્લે બે વર્ષથી બતાવવામાં આવી રહ્યું છે કે દિશા તેમના માતાના ઘરે છે. એવી પણ વાતો આવી હતી કે શોના મેકર્સ અને દિશા વાકાણી વચ્ચે મતભેદો છે. જો કે આસિત કુમારની વાત પરથી એવું લાગી રહ્યું છે એવું નહોતું. તેમણે કહ્યું કે, "દિશા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે ક્યારેય કોઈ નકારાત્મક વાત નથી થઈ. અમે હંમેશા તેને શોમાં પાછા ફરવાનો આગ્રહ કરતા હતા. અમે બે વર્ષ દયાબેન વગર વાર્તાને આગળ વધારી, પરંતુ અમે ચોક્કસથી ઈચ્છીએ છે કે તેઓ શોમાં પાછા આવે."

આ પણ જુઓઃ Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

દિશા વાકાણીએ વર્ષ 2015માં બિઝનેસમેન મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા અને 2017માં તેમણે દીકરીને જન્મ આપ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK