મલાઇકા અરોરા સાથે જેઠાલાલે કર્યો અફલાતૂન ડાન્સ, ડૉ. હાથીએ લગાવ્યા ઠૂમકા

Published: 29th October, 2020 15:27 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

જેઠાલાલ, મલાઇકા અરોરા સાથે ડાન્સ કરતા જોવા મળે છે. તો, ટેરેન્સ લુઇસ પણ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી કાસ્ટ સાથે થનગનતા દેખાય છે.

મલાઇકા અરોરા સાથે જેઠાલાલે કર્યો અફલાતૂન ડાન્સ, ડૉ. હાથીએ લગાવ્યા ઠૂમકા
મલાઇકા અરોરા સાથે જેઠાલાલે કર્યો અફલાતૂન ડાન્સ, ડૉ. હાથીએ લગાવ્યા ઠૂમકા

કૉમેડી શૉ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (taarak mehta ka ooltah chashmah)ની આખી કાસ્ટ ડાન્સ રિયાલિટી શૉ 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર જોવા મળશે. સોશિયલ મીડિયા (Social Media) પર આ શૉની તસવીરો સામે આવી રહી છે. જેમાં જેઠાલાલ, મલાઇકા અરોરા (Malaika Arora) સાથે ડાન્સ કરતા જોવા મળે છે. તો, ટેરેન્સ લુઇસ પણ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી કાસ્ટ સાથે થનગનતા દેખાય છે.

મલાઇકા અને જેઠાલાલ એટલે કે દીલિપ જોશી સ્ટેજ પર દળદાર ડાન્સ કરી રહ્યા છે. બન્ને ખૂબ જ ક્યૂટ દેખાય છે. જણાવવાનું કે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી કાસ્ટ સ્પેશિયલ ગેસ્ટ તરીકે ડાન્સ રિયાલિટી શૉમાં આવશે. આગામી એપિસોડ્સમાં તમે દોઇ શકશો કે 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' શૉમાં ડાન્સ સિવાય મસ્તી મજાકનો પણ ટચ જોવા મળશે. મલાઇકા અરોરા, ટેરેન્સ લુઇસ અને ગીતા કપૂર સાથે કાસ્ટ મસ્તી કરતી દેખાશે. હોસ્ટ હર્ષ લિંબાચિયા અને ભારતી સિંહ પણ અનેક ફન મોમેન્ટ શૅર કરશે. આશા છે કે આ એપિસોડ અત્યાર સુધીના બધાં એપિસોડ્સ કરતા વધારે એન્ટરટેઇનિંગ રહેશે.

નોંધનીય છે કે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના ત્રણ હજાર એપિસોડ્સ પૂરા થઈ ગયા છે. દીલિપ જોશી, આ શૉમાં 'જેઠાલાલ'નું પાત્ર ભજવે છે. દીલિપ જોશીની સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે ફૅન ફૉલોઇંગ છે. દર્શકોમાં 'જેઠાલાલ' ખૂબ જ લોકપ્રિય પાત્ર છે. 'દયાબેન' સાથે તે એક ખૂબ જ પ્રિય એવા સંબંધો શૅર કરે છે પણ ઘણાં સમયથી આ શૉમાંથી 'દયાબેન' બહાર છે. જો કે, હવે તેમના પાછાં આવવાની ચર્ચા થઈ રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK