જાણીતી ટીવી સિરીયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી જગતનો સૌથી લોકપ્રિય શૉ છે. કોરોના વાયરસ(Coronavirus) લૉકડાઉન(Lockdown)ને કારણે શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું તે હવે ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. પણ આ શૉમાં એવા પણ પાત્રો હતા જે પોતાની ઇચ્છા હોવા છતાં શૉનો ભાગ બની શકતાં નહોતા. જેમને હવે શૂટ પર જવાની પરવાનગી મળી ગઈ છે અને તે હવે સેટ પર જઈ શકે છે. આ પાત્ર એટલે કે નટ્ટુ કાકા(Nattu Kaka), જેમનું નામ છે ઘનશ્યામ નાયક(Ghanshyam Nayak).
હકીકતે, શૂટિંગ શરૂ થતી વખતે મહારાષ્ટ્ર સરકારે દિશા-નિર્દેશ જાહેર કર્યા હતા, જેમનું શૂટિંગ દરમિયાન કડકાઇથી પાલન કરવાનું હતું. જેમાં એક નિયમ એ પણ હતો કે 65 વર્ષથી વધારેની ઉંમરના લોકો શૂટિંગમાં ભાગ નહીં લઈ શકે. ત્યાર બાદ કેટલાય સ્ટાર્સ શૂટિંગમાં ભાગ લઈ શક્યા નહોતા અને આમાં નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયકનું નામ પણ સામેલ હતું. જો કે, હવે બૉમ્બે હાઇકોર્ટે આ નિયમ ખસેડી લીધો છે, જેના પછી 65 વર્ષથી વધારેની ઉંમરના લોકો પણ શૂટિંગમાં ભાગ લઈ શકે છે.
હાઇ કોર્ટે આપેલા આ નિર્ણય બાદ ઘનશ્યામ નાયક ખૂબ જ ખુશ છે અને તે આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતી વખતે તે ભાવુક પણ થયા અને તેમણે ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે ખૂબ જ ખુશ છે અને આ નિર્ણય તેમને એક નવા જન્મ જેવો લાગી રહ્યો છે. હવે તે ખુશ છે કે ભલે તરત નહીં પણ થોડોક સમય પછી પણ તે શૂટિંગમાં ભાગ લઈ શકશે.
આ પણ વાંચો : 'તારક મેહતા':8 વર્ષથી કામ કરતાં નટ્ટૂ કાકાને 63ની વયે મળી ઓળખ
અનેક ટીવી શૉઝ અને બોલીવુડ ફિલ્મોનો ભાગ બની ચૂકેલા અભિનેતાએ પોતાની 'અંતિમ ઇચ્છા' વિશે પણ જણાવ્યું, જે તેમના શૉ સાથેના જોડાણને દર્શાવે છે. તેમણે કહ્યું કે, "હું દરેક પ્રકારની જરૂરી સાવચેતીઓ રાખીશ અને કામ કરવા માટે તૈયાર છું. હું મારા અંતિમ શ્વાસ સુધી કામ કરવાની ઇચ્છા રાખું છું. હું તે સમય સુધી કામ કરવા માગું છું જ્યાં સુધી હું જીવિત છું અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. મારી અંતિમ ઇચ્છા મેકઅપ સાથે જ મરવાની છે."
TMKOC: ચર્ચામાં છે બબીતાજીની આ નવી તસવીર, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
22nd January, 2021 18:17 ISTતારક મહેતા રસગુલ્લા ખાશે કે નહીં એ નક્કી કરશે પબ્લિક!
21st January, 2021 19:35 ISTTMKOC: શું 2021માં 'તારક મહેતા' શૉમાં થશે 'દયાબેન'ની એન્ટ્રી, આ છે મિશન
21st January, 2021 12:18 ISTTMKOC: આ શું પત્રકાર પોપટલાલના થઈ ગયા લગ્ન, ઘરની બાલ્કનીમાં દેખાઈ સુંદર દુલ્હન
8th January, 2021 15:28 IST