તારક મહેતાના જેઠાલાલે શૅર કરી 26 વર્ષ જૂની તસવીર, ઓળખો કોણ છે એમની સાથે

Published: Sep 05, 2020, 17:55 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દિલીપ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાની બે તસવીરો શૅર કરી છે. આ તસવીરો 26 વર્ષ જૂની છે અને તેમાં દિલીપ જોશી ઘણા યંગ નજર આવી રહ્યા છે.

જેઠાલાલ
જેઠાલાલ

સબ ટીવીનો સૌથી ફૅમસ અને લોકપ્રિય ટીવી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 12 વર્ષથી સતત ચર્ચામાં રહ્યો છે અને એની ટીઆરપી પણ નંબર વન રહી છે. આ શૉની ટીઆરપીનું કારાણે શૉના પાત્રો અને લોકોના સામાન્ય જીવન સાથે સંકળાયેલી વાર્તા છે. આ શૉના તમામ પાત્રોએ લોકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી છે.

આ પણ વાંચો : TMKOC: વધી ગયું જેઠાલાલનું ટેન્શન, જ્યારે ગુલાબો બનીને આવી હતી એની બીજી પત્ની

એક અભિનેતા માટે સૌથી મહત્વની બાબત એ છે કે, તે તેના દ્વારા ભજવવામાં આવેલા પાત્રના નામથી ઓળખાય છે. આવા જ એક અભિનેતા દિલીપ જોશી (Dilip Joshi) છે, તે ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ તરીકે ફૅમસ છે. સાથે જ તેમની ફૅન ફૉલોઈંગ પણ તગડી છે. દિલીપ જોશી તેના પ્રશંસકો સાથે જોડાયેલા રહે એ માટે ટૂંક સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી લીધી હતી. આ સાથે જ સોશિયલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહેનારા દિલીપ જોશી હવે તેની 26 વર્ષ જૂની તસવીરના કારણે ચર્ચામાં આવ્યા છે. આ તસવીર દિલીપ જોશીએ 1994ની એક ખાસ મેમરી સાથે શૅર કરી છે.

દિલીપ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાની બે તસવીરો શૅર કરી છે. આ તસવીરો 26 વર્ષ જૂની છે અને તેમાં દિલીપ જોશી ઘણા યંગ નજર આવી રહ્યા છે. એ સાથે એમની સાથે અન્ય એક વ્યક્તિ પણ નજર આવી રહ્યો છે. આ વ્યક્તિ વિશે દિલીપ જોશીએ કેપ્શનમાં જણાવ્યું છે. આ તસવીરો એક ટીવી શૉ દરમિયાનની છે. દિલીપ જોશી દ્વારા શેર કરેલી પોસ્ટ અહીં જુઓ -

આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું છે, 'ઝારા હટકે (1994, ઝી ટીવી) આ અદ્ભુત સજ્જન વ્યક્તિ સાથે અગ્રણી શૉની જવાબદારી મને પહેલી વખત આપવામાં આવી હતી. તેઓ એકલા નહોતા. હું પોતાની જાતને લકી માનું છું કે તે સમયે એમની સાથે કામ કરી શક્યો અને સદ્ભાગ્યે સેટ પર તેના ગીતો સાંભળી શક્યો. આ બાબતો લેજેન્ટ બન્યાના ઘણા સમય પહેલા, જો તમે તસવીર જોઈને સમજી નથી શક્યા તો, તમને જણાવી દઈએ કે આ તસવીરમાં દિલીપ જોશી સાથે લકી અલી નજર આવી રહ્યા છે.

દિલીપ જોશીએ #fbf #luckyali #onset #memories #1994 પોતાના પોસ્ટમાં આ હેશટેગ્સનો ઉપયોગ કર્યો છે અને લકી અલી પ્રખ્યાત મ્યૂઝિક કમ્પોઝર છે.

આ પણ જુઓ : મળો 'તારક મહેતા'ની નવી અંજલી ભાભીને, છે આટલી હૉટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો

આ શૉ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી છે અને થોડા સમય પહેલા જ આ શૉએ પોતાના સફળ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. 4 મહિના બાદ તમામ ટીવી સીરિયલ્સની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. કોરોના વાઈરસના મહામારી વચ્ચે સ્ટાર્સની સાવચેતી અને સુરક્ષાને જોતા સેટ પર પણ ઘણી વસ્તુઓની કાળજી લેવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK