તેરમા વર્ષમાં ઉલ્ટા ચશ્મા

Published: Jul 31, 2020, 22:25 IST | Rashmin Shah | Mumbai Desk

‘નેચરલી લૅજન્ડ હાસ્યકલાકાર તારક મહેતાને અત્યારે યાદ કરવા જોઈએ. હું પ્રોડ્યુસર અશિત મોદીનો પણ આભાર માનીશ કે આટલાં લાંબા સમય પછી પણ તેમણે શૉને આ સ્થાન પર ટકાવી રાખ્યો છે.’

દીલિપ જોશી
દીલિપ જોશી

સબ ટીવી પર આવતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ મંગળવારે બાર વર્ષ પૂરા કર્યા અન તેરમા વર્ષમાં પ્રવેશ કર્યો. આ સમયે સીરિયલના લીડ સ્ટાર દીલિપ જોષીએ કહ્યું હતું કે ‘નેચરલી લૅજન્ડ હાસ્યકલાકાર તારક મહેતાને અત્યારે યાદ કરવા જોઈએ. હું પ્રોડ્યુસર અશિત મોદીનો પણ આભાર માનીશ કે આટલાં લાંબા સમય પછી પણ તેમણે શૉને આ સ્થાન પર ટકાવી રાખ્યો છે.’
અશિત મોદીએ કહ્યું હતું, ‘અમે શરૂ કર્યુ ત્યારે અમારી પાસે એક પણ પ્રોપર્ટી તૈયારી નહોતી અને અમને ખબર નહોતી કે અમે બીજું વર્ષ જોઈશું કે નહીં પણ ટીમની મહેનતનું આજે એ પરિણામ મળ્યું કે એકેક કૅરેક્ટર આજે ઘરઘરમાં જાણીતાં છે.’
સીરિયલ ઓનએર થઈ એ દિવસને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ ‘હસો-હસાવો ડે’ તરીકે સેલિબ્રેટ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK