Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શું તારક મહેતા.. શૉથી ખુશ નથી 'જેઠાલાલ'?, જણાવ્યું ટીઆરપી ઘટવાનું કારણ

શું તારક મહેતા.. શૉથી ખુશ નથી 'જેઠાલાલ'?, જણાવ્યું ટીઆરપી ઘટવાનું કારણ

05 November, 2020 02:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શું તારક મહેતા.. શૉથી ખુશ નથી 'જેઠાલાલ'?, જણાવ્યું ટીઆરપી ઘટવાનું કારણ

દિલીપ જોશી

દિલીપ જોશી


પ્રખ્યાત સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરતી આવી રહી છે. આ સીરિયલના કલાકારોને લોકો એતેમના વાસ્તવિક નામોથી જાણે છે કે નહીં, પરંતુ સીરિયલનાં નામથી એકદમ સારી રીતે ઓળખે છે. પરંતુ તારક મહેતા....ની ટીઆરપી રેટિંગ ઘટી રહી છે. ગયા અઠવાડિયાની ટીઆરપીમાં, તો શૉ ટોપ 5માં પણ પોતાનું સ્થાન બનાવી શકી નહીં. સીરિયલના લીડ કલાકાર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે ટીઆપરપીના ઘટતાં અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમનું માનવું છે કે શૉ હવે ફેક્ટરી બની ગયો છે, લોકોને હવે તે મળી નથી રહ્યું, જે તેઓ જોવા માંગે છે.

આ પણ વાંચો : Exclusive Interview દિલીપ જોશીઃ કૉમેડીનાં સરતાજ, વાસ્તવિકતામાં બહુ શાંત છે



સ્ટેન્ડ-અપ કૉમેડિયન સૌરભ પંત સાથેની વાતચીતમાં જેઠાલાલે કહ્યું, 'જ્યારે તમે ગુણવત્તા જુઓ છો ત્યારે એની સીધી અસર ક્વૉલિટી પર પડે છે. પહેલા અમે અઠવાડિયામાં એક દિવસ શૉ કરતા હતા, અને રાઈટર્સ પાસે ઘણો સમય પણ રહેતો હતો કે ચાર એપિસોડ લખ્યા અને બીજા ચાર એપિસોડ આવતા મહિને શૂટ કરવાના છે. હવે તે લગભગ ફેક્ટરી થઈ ગઈ છે. હવે લેખકોને દરરોજ નવા વિષયો શોધવા પડે છે. છેવટે, તેઓ પણ મનુષ્ય છે. હું માનું છું કે જ્યારે તમે આટલા લાંબા સમય સુધી રોજ શૉ કરો છો, ત્યારે તમે એક જ લેવલના બધા એપિસોડ્સ બનાવી શકતા નથી. હું પોતે સમજી ગયો છું કે કેટલાક એપિસોડ્સ એવા છે જે તે સ્તરના નહોતા.'


તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તાજેતરમાં 3000 એપિસોડ્સ પૂર્ણ કર્યા છે. થોડા દિવસો પહેલા જ શૉની આખી ટીમ ડાન્સ રિયાલિટી શૉ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જોવા મળી હતી. જ્યાં બધાએ જોરદાર ડાન્સ કર્યો અને મસ્તી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2020 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK