સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. આવનારા એપિસોડમાં તમને સીરિયલમાં ઘણો હંગામો થતો જોવા મળશે.
શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં પત્રકારની ભૂમિકા ભજવનાર પોપટલાલે બધાને કહ્યાં વગર છૂપકેથી લગ્ન કરી લીધા છે? તમને આ વાત પર વિશ્વાસ નહીં થાય. પરંતુ આ વાત સાચી છે. પોપટલાલની બાલ્કનીમાં સોસાયટીના એકમેવ સેક્રેટરી ભીડેએ સાડીમાં એક સુંદર છોકરીને જોઈ, તો તેઓ હેરાન થઈ ગયા. અને હવે આ સમાચાર સમગ્ર ગોકુલધામ સોસાયટીમાં આગની જેમ ફેલાઈ ગઈ છે.
View this post on Instagram
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં આવનારા એપિસોડ ખૂબ જ હંગામો થતો જોવા મળવાનો છે. ગોકુલધામ સોસાયટીમાં મોટો ભૂકંપ આવવાનો છે. કારણકે સોસાયટીના બધા લોકોને લાગે છે કે પોપટલાલે કોઈને પણ કહ્યાં વગર લગ્ન કરી લીધા છે. ભીડેએ પોપટલાલની બાલ્કનીમાં જે જોયું એ બધાને જણાવ્યું અને આ બધું સાંભળ્યા બાદ માધવી, સોઢી પરિવાર અને ગડા પરિવાર બધા સ્તબ્ધ થઈ જાય છે.
સોની સબ ટીવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પ્રોમો વીડિયો શૅર કર્યો છે, જેમાં આવનારા એપિસોડની એક ઝલક દેખાઈ રહી છે. અને આ બધું દર્શાવે છે કે પત્રકાર પોપટલાલના ઘરે કોઈ છોકરી છે. આ છોકરી સાડીમાં સુંદર દેખાઈ રહી છે. તેણે હાથમાં મહેંદી લગાવી છે અને બિલકુલ દુલ્હનની જેમ સજી-ધજીને તૈયાર નજર આવી રહી છે. એટલે લોકોને એના પર શંકા થથઈ રહી છે કે આ તો પોપટલાલની દુલ્હન જ છે. આ બધી વાતથી એક વાત નિશ્ચિત છે કે લગ્ન હોય કે નહીં હોય, પણ આવનારા એપિસોડમાં તમને ઘણો હંગામો જોવા મળશે અને દર્શકોનું ભરપૂર મનોરંજન થતું જોવા મળશે.
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. કોરોના વાઈરસના કારણે થયેલા લૉકડાઉનમાં શૉની શૂટિંગ બંધ કરવામાં આવી હતી, ત્યારે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. હાલ સીરિયલની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને સેટ પર પણ કલાકારોની સુરક્ષા અને સ્વાસ્થય પર પૂરેપુરું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
TMKOC: તારક મહેતાના જેઠાલાલ થયા સેનિટાઈઝરથી હેરાન, ફની વીડિયો થયો વાઈરલ
8th January, 2021 14:43 ISTજ્યારે તારક મેહતા શૉ સૌથી વધારે છવાયો ચર્ચામાં, આ હતા કારણો...
4th January, 2021 19:03 ISTતારક મહેતા..શૉનાં રોશન ભાભીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ થઇ ગયું છે રિસ્ટોર અને એક્ટિવ
3rd January, 2021 15:38 ISTતારક મેહતા...ના એપિસોડ લખનાર અભિષેક મકવાણાનો સુસાઇડ-કેસ: પોલીસ હજી અંધારામાં
29th December, 2020 08:34 IST