રિયલ લાઇફ આવી છે TMKOCનાં બબીતાજીની, મારપીટથી કંટાળીને...

Published: 25th September, 2020 16:27 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

શૉના ડિરેક્ચર માલવ રાજદાએ ઇન્સ્ટાગ્રામ પર આની માહિતી આપી છે. તેમણે આને હેપ્પીસોડ્સ કહ્યા છે. તેમણે ગોકુળધામ સોસાયટીના સેટ પરથી એક તસવીર શૅર કરી છે, જેમાં 3000 એપિસોડ્સ ફૂલોથી લખાયેલું છે.

મુનમુન દત્તા
મુનમુન દત્તા

ટીવીનો સૌથી પોૉપ્યુલર શૉ 'તારક મેહતા કા ઉલ્ટા (Taarak Mehta Ka Ooltah Chashmah) ચશ્મા' એ ત્રણ હજાર એપિસોડ પૂરા કરી લીઘા છે. શૉના ડિરેક્ચર માલવ રાજદાએ ઇન્સ્ટાગ્રામ પર આની માહિતી આપી છે. તેમણે આને હેપ્પીસોડ્સ કહ્યા છે. તેમણે ગોકુળધામ સોસાયટીના સેટ પરથી એક તસવીર શૅર કરી છે, જેમાં 3000 એપિસોડ્સ ફૂલોથી લખાયેલું છે. આની સાથે જ માલવે લખ્યું છે કે આ શૉ સાથે જોડાઇને ખૂબ જ ખુશી અને ગર્વ અનુભવું છું. અત્યાર સુધીનો સફર ખૂબ જ સુંદર રહ્યો. હવે આગામી ટારગેટ 5000 હેપ્પીસોડ્સનો છે. જણાવવાનું કે 2008થી ચાલતા આ શૉ જ્યાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી શરૂઆતથી જ બબીતાજીનું પાત્ર ભજવતાં મુનમુન દત્તા પહેલા દિવસથી જોડાયેલી છે.

આમ તો શૉમાં ખૂબ જ સિમ્પલ બતાવવામાં આવી છે પણ રિયલ લાઇફની વાત કરીએ તો મુનમુન દત્તા ખૂબ જ ગ્લેમરસ અને બૉલ્ડ છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણી બોલ્ડ અને ગ્લેમરસ ફોટોઝ શૅર કરી છે. એટલું જ નહીં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

જેઠાલાલ અને બબીતાના સંબંધો ઘણાં જૂના છે. બબીતાજી એટલે કે મુનમુન દત્તા અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી આ સીરિયલ પહેલા પણ 'હમ સબ બારાતી'માં સાથે દેખાઇ ચૂક્યા છે.

કહેવામાં આવે છે કે જ્યારે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની કાસ્ટિંગ થઈ રહી હતી, ત્યારે દિલીપ જોશીએ જ બબીતાના રોલ માટે મુનમુન દત્તાના નામની ભલામણ કરી હતી. એક્ટ્રેસની સાથે સાથે મુનમુન મૉડલિંગ માટે પણ જાણીતા છે. તે અત્યાર સુધી અનેક ટીવી ચેનલ અને મેગઝીનના કવર પેજ પર આવી ચૂકી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK