સબ ટીવી પર આવતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ ૩૧૦૦ એપિસોડ પૂરા કરી દીધા છે. ૧૩ વર્ષથી ચાલી રહેલા આ શોએ ગઈ કાલે ૩૧૦૦મો એપિસોડ પૂરો કર્યો હતો. આ શો દર્શકોને હ્યુમર પૂરું પાડતો હોવાની સાથે દરેક સોશ્યલ ઇશ્યુ પર મેસેજ પણ આપતો આવ્યો છે. આ શોની ગોકુલધામ સોસાયટીમાં ઇન્ડિયાની દરેક કમ્યુનિટીના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એથી જ એને મિની ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ૩૧૦૦ એપિસોડ પૂરા થયા હોવાથી શોના ક્રીએટર અસિતકુમાર મોદીએ કહ્યું હતું કે ‘અમને આટલાં વર્ષોથી જે પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે એ માટે અમે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો, ફૅન્સ અને સપોર્ટર્સનો આભાર માનીએ છીએ. લૉકડાઉન ખૂલ્યા બાદ તરત જ અમે ૨૦૨૦ની ૨૪ સપ્ટેમ્બરે અમે ૩૦૦૦ એપિસોડ પૂરા કર્યા હતા. આટલી જલદી અન્ય સો એપિસોડ પણ અમે પૂરા કરી લીધા છે. સોશ્યલ વૅલ્યુની સાથે લોકોને ખુશ કરી પર્યાવરણને બચાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.’
બાપ-દાદાની મિલકત કે ગડા ઇલેક્ટ્રૉનિક્સ કોની પસંદગી કરશે જેઠાલાલ
2nd March, 2021 14:27 ISTહવે હસવા થઈ જાઓ તૈયાર, 'તારક મહેતા' શૉમાં આ એક્ટ્રેસ બનશે દયાબેન
27th February, 2021 11:34 ISTજેઠાલાલ કેવી રીતે બચાવશે પોતાની દુકાનને, શું સુંદરલાલ મુસીબત બનીને આવશે
26th February, 2021 12:29 ISTTMKOC: જેઠાલાલની ગડા ઈલેક્ટ્રોનિક્સ મોટી મુસીબતમાં, મદદે આવ્યા આ NRI
16th February, 2021 15:21 IST