'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 2700 એપિસોડ પૂરા, જુઓ કલાકારોની ધમાલ મસ્તી

Updated: Apr 06, 2019, 16:01 IST

જોકે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 2700 એપિસોડ પૂરા કરી લીધા છે. આ વાતની જાણકારી મળતા જ સીરિયલના સેટ પર ખુશીની લહેર જોવા મળી હતી.

જુઓ તારક મહેતા શૉની પૂરી ટીમની ધમાલ મસ્તી - તસવીર સૌજન્ય/ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
જુઓ તારક મહેતા શૉની પૂરી ટીમની ધમાલ મસ્તી - તસવીર સૌજન્ય/ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

સબ ટીવી પર બધાને હસાવતી અને સૌથી પ્રખ્યાત સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. આ શૉના પ્રશંસક દેશ-વિદેશમાં પણ છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ એક નવો માઈલસ્ટોન પાર કરી લીધો છે. જોકે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 2700 એપિસોડ પૂરા કરી લીધા છે. આ વાતની જાણકારી મળતા જ સીરિયલના સેટ પર ખુશીની લહેર જોવા મળી હતી. શૉના કલાકોરાએ કેક કાપીને ઉજવણી કરી. તે સમય દરમિયાન બધા કલાકારોએ સેલ્ફી પણ લીધી. આ શૉના 2700 એપિસોડ પૂરા થયા બાદની ઉજવણી કરતા કલાકારોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હાલમાં જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ફૅમસ કલાકાર દયાબેનને લઈને સમાચાર આવી રહ્યા હતા કે શૉના નિર્માતાઓએ તેમને અલ્ટિમેટમ આપ્યું હતું કે દયાબેન ટૂંક સમયમાં શૉમાં દેખાશે, નહીં તો એમને રિપ્લેસ કરવામાં આવી શકે છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ગરબા ક્વીન દયાબેનને લઈને શૉના નિર્માતા અસિત કુમાર મોદીએ સમગ્ર પરિસ્થિતિને સાફ કરી દીધી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર દિશા વાકાણી ભજવતી હતી અને એમનો અંદાજ દરેક લોકોને બહુ જ પસંદ આવે છે. પરંતુ દીકરીના જન્મ બાદ દિસા શૉમાં પાછી આવી શકી નહી.

આ પણ વાંચો : તારક મહેતાના મેકર્સ હવે નહીં જુએ દિશાની રાહ, શોમાં થશે નવી એંટ્રી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યૂસર અમિત કુમાર મોદીએ દિશા વાકાણીને 30 દિવસની નોટિસ આપી હતી અને કહ્યું હતુ કે, અમે લોકો શરૂઆતથી જ ખૂબ કો-ઑરેટિવ રહ્યા છે. તેમની દીકરીના જન્મ પછી, અમે ખૂબ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, માતા તરીકે સંપૂર્ણ જગ્યા આપી રહ્યા છીએ. પરંતુ શૉને જાળવી રાખવી છે. કોઈ એક વ્યક્તિનું અનિશ્ચિત સમય માટે રાહ જોવાતી નથી. દયાના પાત્રને ગોકુલધામ સોસાયટીમાં પાછા આવવું પડશે. જો દિશા પોતાના અંગત કારણોથી શૉમાં પાછી ફરી નથી શકી તો અમારી પાસે રિપ્લેસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK