સબ ટીવીના શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ વર્ષે પણ નવરાત્રી સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે. આ વીકથી શરૂ થનારા આ સેલિબ્રેશનની સૌથી મોટી ખાસિયત એ છે કે નવરાત્રીમાં આ વર્ષે માતાજી પાસેથી બીજું કશું નહીં પણ કોરોનાથી મૂક્તિ આપવાની અને વહેલામાં વહેલી તક પૃથ્વીને ફરીથી નોર્મલ કરવાની માંગણી કરવામાં આવી છે. આ અગાઉ ગણેશમહોત્સવ સમયે પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીમ તરફથી આ જ માંગ કરવામાં આવી હતી, એ સમયે જેઠાલાલે પીપીઇ સૂટમાં ઓડિયન્સ સામે આવીને વગર કારણે ઘરની બહાર નહીં નીકળવાની વિનંતી કરી હતી.
આ વર્ષની નવરાત્રીમાં દયાબહેન ફરી પાછાં આવશે એવી અફવા ચાલી હતી, જેનું પણ નવરાત્રી સેલિબ્રેશન દરમ્યાન આપોઆપ ખંડન થઈ ગયું છે.
ફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન ૩ને લઈને ઉત્સુક છે કીર્તિ કુલ્હારી
25th February, 2021 13:45 ISTહૉરર ફિલ્મ ધ વાઇફને લઈને ગુરમીતે કહ્યું, આપણે બધા વાઇફથી ડરતા હોઈએ છીએ
25th February, 2021 13:34 ISTબૉડી-ડબલ ઍક્ટર ન હોવાનો આભાર માન્યો તાપસી પન્નુએ
25th February, 2021 13:05 ISTહાલમાં ખૂબ જ વ્યસ્ત છે બચ્ચન ફૅમિલી
25th February, 2021 12:41 IST