Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'બબીતાજી'નો ડાન્સ વીડિયો થયો વાઈરલ, સાથે દેખાયા જેઠાલાલ

'બબીતાજી'નો ડાન્સ વીડિયો થયો વાઈરલ, સાથે દેખાયા જેઠાલાલ

23 September, 2019 06:17 PM IST | મુંબઈ

'બબીતાજી'નો ડાન્સ વીડિયો થયો વાઈરલ, સાથે દેખાયા જેઠાલાલ

Image Courtesy: Munmum Dutta Instagram

Image Courtesy: Munmum Dutta Instagram


ટેલિવિઝનના સુપરહિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોની પહેલી પસંદ છે. ટીઆરપીમાં પણ આ શો હિટ છે. તો શોના મુખ્ય પાત્ર જેઠાલાલાનો બબીતા પ્રત્યેનો છૂપો પ્રેમ કોઈનાથી છૂપો નથી. જેઠાલાલના પાત્રમાં દિલીપ જોશી અને બબીતાજીનું પાત્ર મુનમુન દત્તા છે. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ હસાવે છે. આ શોમાં બબીતાજીનો રોલ ખૂબ જ મોડર્ન છે. રિયલ લાઈફમાં પણ મુનમુન દત્તા ખૂબ જ મોડર્ન છે. તાજેતરમાં જ મુનમૂન દત્તાનો મોડર્ન અવતાર તેમના ઈન્સ્ટાગ્રામ પર પણ જોવા મળ્યો. આ વખતે મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શોના સેટ પરથી એક BTS વીડિયો શૅર કર્યો છે.

બીહાઈન્ડ ધી સીન વીડિયોમાં મુનમુન દત્તા શોના સેટ પર ડાન્સના પર્ફોમન્સની તૈયારી કરતા દેખાઈ રહ્યા છે. મુનમુન દત્તા ગોલમાલ અગેઈનના ગીત પર ડાન્સ શીખી રહી છે. તેમની સાથે દિલીપ જોશી એટલે કે જેઠાલાલ અને મિસ્ટર ઐય્યર પણ ડાન્સની તૈયારી કરી રહ્યા છે. બબીતાજીનું પર્ફોમન્સ ખૂબ જ રોમાંચક દેખાઈ રહ્યું છે. મુનમુન દત્તાએ વીડિયો શૅર કરીને લખ્યું છે,'રિસેટ ગીતના શૂટિંગનું બીટીએસ.' આ વીડિયોમાં મિસ્ટર ઐય્યર લાલ અને સફેદ રંગના જેકેટમાં દેખાઈ રહ્યા છે તો દિલીપ જોશી બ્રાઉન કલરના જેકેટમાં શૂટિંગ કરી રહ્યા છે.



 
 
 
View this post on Instagram

Credits : Song : Maine Tujhko Dekha Movie : Golmaal Again Music : @tseries.official

A post shared by MUNMUN DUTTA ??‍♀️? (@mmoonstar) onSep 21, 2019 at 9:44pm PDT


બીજી તરફ ચર્ચા છે કે શોના પ્લોટની વાત કરીએ તો શોમાં જેઠાલાલની પત્ની દયાબેન પાછા ફરી શકે છે. આ ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. શોમાં જેઠાલાલને પોતાની પત્ની દયાની યાદ આવી રહી છે. તે દયાભાભીને ખૂબ જ મિસ કરી રહ્યા છે. શુક્રવારે ટેલિકાસ્ટ થયેલા ગણેશોત્વસના રંગારંગ કાર્યક્રમમાં જેઠાલાલે દયાબહેનને ખૂબ જ યાદ કર્યા. સાથે જ દયાબેનના કમબેકની હિન્ટ પણ આપી.


આ પણ વાંચોઃ Leeza Thakkar:જાણો અમદાવાદના એકમાત્ર લેડી ડ્રમર અને ડીજે વિશે

આ પહેલા પણ શોના મેકર્સે જ્યારે સોનુની એન્ટ્રી કરાવવાની હતી ત્યારે માહોલ બનાવ્યો હતો. સોનુના નામનો વારંવાર ઉલ્લેખ થયો હતો. હવે શોમાં દયાબેનના પાત્રનો ઉલ્લેખ થઈ રહ્યો છે, ત્યારે ક્યાસ લગાવાઈ રહ્યા છે કે ટૂંક સમયમાં જ દયાબેન પાછા ફરશે.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2019 06:17 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK