ઓ મા, માતાજી ! હવે દર્શકો પસંદ કરશે કોણ બનશે દયાભાભી !

Published: May 05, 2019, 11:24 IST | મુંબઈ

જો કે હવે દર્શકો દયાભાભીનું પાત્ર કોણ ભજવશે તે પસંદ કરી શકે તેવા અહેવાલ આવ્યા છે.

File Photo
File Photo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના કમબેકને લઈ લાંબા સમયથી જુદા જુદા ક્યાસ લગાવાઈ રહ્યા છે. સમયાંતરે દિશા વાકાણી પાછા ફરશે કે પછી કોઈ નવી અભિનેત્રીને કાસ્ટ કરાશે તેની ચર્ચા ચાલતી રહે છે. જો કે હજી સુધી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પ્રોડ્યુસર આસિત મોદી પણ દયાભાભીનું પાત્ર ક્યારે પાછું ફરશે તે અંગે સ્પષ્ટતા નથી કરી રહ્યા.

ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી લાંબા સમયથી જ શૉથી દૂર છે. ક્યારેક તે હવે પાછા નહીં જ ફરે તેવા સમાચાર આવે છે, તો ક્યારેક વાતચીત ચાલતી હોવાની માહિતી સામે આવે છે. જો કે હવે દર્શકો દયાભાભીનું પાત્ર કોણ ભજવશે તે પસંદ કરી શકે તેવા અહેવાલ આવ્યા છે.

આ પણ વાંચોઃ ઐશ્વર્યા મજમુદાર તુર્કીમાં કંઈક આ અંદાજમાં એન્જોય કરી રહી છે વેકેશન, જુઓ ફોટોઝ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના પ્રોડ્યુસર અસિત મદોીએ ઝૂમ ટીવી સાથે વાતચીત દરમિયાન આ ખુલાસો કર્યો છે. ઝૂમ ટીવી સાથેની વાતચીત દરમિયા આસિત મોદીએ કહ્યું કે,'હાલ તો દયાભાભીના રોલ વિશે કંઈક કહેવું અઘરું છે, પરંતુ હું આ મામલે ઓનલાઈન દર્શકોના વિચાર જાણીશ. દર્શકોને કયા દયાબહેન ગમે છે, તે જાણ્યા બાદ જ કોઈ હિરોઈનને દયાબેનનો રોલ ઓફર કરવામાં આવશે. જો દિશા વાકાણી જ આ રોલમાં પરત ફરશે તો સોનામાં સુગંધ ભળશે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK