Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOCની રિટા રિપોર્ટરે બેબી બમ્પ સાથે શૅર કર્યા ફોટોઝ, જુઓ

TMKOCની રિટા રિપોર્ટરે બેબી બમ્પ સાથે શૅર કર્યા ફોટોઝ, જુઓ

12 November, 2019 04:14 PM IST | Mumbai

TMKOCની રિટા રિપોર્ટરે બેબી બમ્પ સાથે શૅર કર્યા ફોટોઝ, જુઓ

પ્રિયા આહૂજા

પ્રિયા આહૂજા


તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ પ્રિયા આહૂજા પ્રેગ્નન્ટ છે અને જલદી જ તે બાળકને જન્મ આપવાની છે. શૉમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનારી પ્રિયાએ હાલની તસવીરો શૅર કરી છે, જેમાં તે હેવી બેબી બમ્પ સાથે દેખાઈ રહી છે.

 




 


પ્રિયાએ આ તસવીરને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે અને એની સાથે લખ્યું છે પોતાના પાંચમાં બાળકના સ્વાગત માટે પૂરી રીતે તૈયાર છે. આ તસવીરમાં પ્રિયા પોતાના સાથી કલાકારો નિધિ ભાનુશાળી અને કુશ શાહ અને બે પેટ્સ સાથે નજર આવી રહી છે. પ્રિયાએ ફ્લોરલ ડ્રેસ પહેરી રાખ્યો છે. તમના જણાવી દઈએ કે આની પહેલા પણ પ્રિયાએ પોતાની પ્રેગ્નેન્સીની તસવીરો સોશિયલ મીડિયામાં પર શૅર કરી હતી.

 

 

પ્રિયાની પ્રેગ્નેન્સીનો છેવટનો મહિનો ચાલી રહ્યો છે. ચાર દિવસ પહેલા એણે એક ફોટોશૂટની તસવીરો શૅર કરતા આ જાણકારી આપી હતી.

 

 
 
 
View this post on Instagram

Nine months.. preparing to fall in love for a lifetime? ? @the_mom_store ? @saurabhpanjwanikidsphotography #maternityphotography #photoshoot #babybump

A post shared by Pri? (@priyaahujarajda) onOct 31, 2019 at 1:01am PDT

 

પ્રિયા પોતાની પ્રેગ્નેન્સીના આ દિવસોને ઘણા એન્જોય કરી રહી છે અને માતા બનવાની ખુશી પોતાના ચહેરા પર ઝળકી રહી છે.

 

 
 
 
View this post on Instagram

Ten little fingers, ten little toes.. With love and grace, our family grows.. Cudnt be a better day than today to announce this...Happy Janmashtami ?

A post shared by Pri? (@priyaahujarajda) onAug 23, 2019 at 10:22pm PDT

 

પ્રિયાએ પોતાના પ્રેગ્નેન્સીની જાહેરાત કૃષ્ણ જન્માષ્ટમી પર કરી હતી. પ્રિયા પોતાના પતિ માલવ સાથે માલ્દીવ્સમાં બેબીમૂન માટે ગઈ હતી, ત્યાંથી એણે તસવીરો શૅર કરી હતી. માલવ રાઝદા, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં પ્રિયા સાથે કામ કરે છે. માલવ ચીફ ડાયરેક્ટર છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નાના પડદા પર સૌથી લાંબા સમયથી ચાલનારા શૉમાં સામેલ છે.

આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

જોકે ઘણા સમયથી શૉ એની લીડ એક્ટ્રેસ દિશા વાકાણીના કારણથી ચર્ચામાં રહ્યો, જે શૉમાં દયા બેનનો રોલ ભજવે છે. દયા પ્રેગ્નન્સી લીવ પર ગઈ હતી અને અત્યાર સુધી પાછી ફરી નથી. જોકે વચ્ચે એવા સમાચાર આવતા રહે છે કે દિશા પાછી શૉમાં જોવા મળશે. શૉનું પ્રસારણ 28 જૂલાઈ 2008 શરૂ થયું હતું. કૉમેડી શૉની વાર્તા ગુજરાતી લેખક, પત્રકાર અને નાટકકાર તારક મેહતાના વીકલી કૉલમ પર આધારિત છે.

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 04:14 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK