'તારક મહેતા...' શૉની રીટા રિપોર્ટરના બ્રેકિંગ ન્યૂઝ છે આટલા ક્યૂટ

Updated: Aug 12, 2020, 18:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આજે જન્માષ્ટમીના દિવસે પ્રિયા આહુજા રાજદાએ દીકરાને કૃષ્ણ ભગવાન બનાવીને આ પર્વની ઉજવણી કરી છે.

રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજા રાજદા
રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજા રાજદા

સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બંધ હતી. શૉના દરેક મુદ્દાઓને ઘણા મસ્તીભરેલા અંદાજમાં દર્શાવવામાં આવે છે. લૉકડાઉન બાદ શૉના નવા એપિસોડ્સે ધમાલ મચાવી દીધી છે. શૉ નંબર વન પર આવી ગયો છે.

સાથે જ આ શૉના દરેક પાત્રો પણ લોકોને હસાવતા જોવા મળ્યા છે. પછી જેઠાલાલ હોય કે ઐય્યર. આજે અમે વાત કરી રહ્યા છે પ્રિયા આહુજા વિશે. પ્રિયા સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી હતી. પ્રિયા છેલ્લાં કેટલાંક મહિનાઓથી મેટરનિટી લીવ પર હતી. પ્રિયાએ નવેમ્બરમાં દીકરાને જન્મ આપ્યો હતો. એના દીકરાનું નામ અરદાસ છે. આજે જન્માષ્ટમીના દિવસે પ્રિયા આહુજા રાજદાએ દીકરાને કૃષ્ણ ભગવાન બનાવીને આ પર્વની ઉજવણી કરી છે.

પ્રિયા આહુજા અને પતિ માલવ રાજદાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરતા લખ્યું છે, ગયા વર્ષે જન્માષ્ટમીના દિવસે તારા આગમન વિશેની ઘોષણા કરી હતી અને આ વર્ષે અમારા હાથમાં તું છે, અમારો બાળ કૃષ્ણ. તું કોઇ આશિર્વાદથી કમ નથી, તું અમારી ઇચ્છાઓનો જવાબ છે અમારા મનમાં હતી તે તો અમને ય નહોતી ખબર.

રક્ષા બંધનના દિવસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનૂ ભીડે એટલે નિધિ ભાનુશાળીએ પ્રિયા આહુજાના દિકરાને રાખડી બાંધી હતી. જુઓ આ તસવીરમાં સુંદર નજારો

ગુજરાતી ડિરેક્ટર અને પ્રિયા આહુજાના પતિ માલવ રાજડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. તેમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે રીટા રિપોર્ટર શૉમાં કમબેક કરી રહી છે. વીડિયોમાં પ્રિયા રિપોર્ટર તરીકે હાથમાં માઈક લઈને જોવા મળી રહી છે.

આ પણ જુઓ : જુઓ અથાણાં-પાપડ જેવી જ તીખી-મીઠી છે 'તારક મહેતા'ની 'માધવી ભાભી'

સીરિયલમાં હાલ કોરોના વાઈરસને લઈને પાત્રો લોકો વચ્ચે પોઝિટીવ વાતો શૅર કરી રહ્યા છે સાથે ફૅન્સને સંદેશો પણ આપી રહ્યા છે કે આ વાઈરસથી ડરવાની જરૂર નથી બધાએ પોઝિટીવ રહેવાની જરૂર છે. આ સાથે જ રીટા રિપોર્ટર પણ ગોકુલધામ સોસાયટીમાં જઈને ત્યાંના સ્થાનિક લોકો સાથે વાઈરસને લઈને કેવા પગલાંઓ લેવા જોઈએ, એના વિશે રિપોર્ટિંગ કરતી જોવા મળી હતી.

પ્રિયા અને માલવ રાજડાના લગ્ન 19 નવેમ્બર 2011એ થયા હતા. બન્ને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર એકબીજા સાથે પ્રેમમાં પડ્યા હતા. શૉમાં રીટા રિપોર્ટરનું પાત્ર લોકોને ઘણું પસંદ અને લોકપ્રિય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK