ઓહોહો.. 'બબીતાજી'ની આ અદાએ તો સોશ્યલ મીડિયા પર માચવી બબાલ, તમે પણ જુઓ

Updated: Sep 15, 2020, 17:58 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મુનમુન દત્તાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં મુનમુન વર્ક મોડમાં નજર આવી રહી છે.

મુનમુન દત્તા
મુનમુન દત્તા

નાના પડદાનો સૌથી પ્રખ્યાત અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. તેમ જ આ પાત્રોમાંથી એક પાત્ર 'બબીતાજી'ની પણ છે. સુંદર અભિનેત્રી મુનમુન દત્તા આ પાત્ર ભજવી રહી છે, જેટલા જેઠાલાલ એના ચાહક છે એવી જ રીતે બબીતાજીના ફૅન્સના પણ છે. આ જ કારણ છે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર રસપ્રદ પોસ્ટ શૅર કરતી નજર આવે છે.

આ પણ જુઓ : TMKOC: જુઓ ગોકુલધામવાસીઓનું રંગારંગ કાર્યક્રમમાં ધમાકેદાર પર્ફોર્મન્સ, જુઓ ફોટોઝ

મુનમુન દત્તાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં મુનમુન વર્ક મોડમાં નજર આવી રહી છે. વીડિયોમાં મુનમુન એક સ્ક્રિપ્ટ બતાવી રહી છે અને ત્યાર બાદ કૅમેરો પોતાના ચહેરા તરફ લઈ જાય છે. આ વીડિયોમાં મુનમુન દત્તા તેની કિલર સ્માઈલ સાથે આંખ મારતી પણ નજર આવી રહી છે. તે જ સમયે, 'બબીતાજી'નો આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે વીડિયોમાં એની સુંદર સ્માઈલ પણ નજર આવી રહી છે. જુઓ મુનમુન દત્તા દ્વારા શૅર કરાયેલો વીડિયો..

આ વીડિયોના કેપ્શનમાં એમણે લખ્યું- Work mode on ... !! આ કેપ્શન સાથે એમણે #worklife #workmodeon #postoftheday #instapost #actorslife જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે. તેમ જ મુનમુન દત્તાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર તેમને ઝડપી પ્રતિક્રિયા મળી રહી છે.

આ પણ જુઓ : મળો 'તારક મહેતા'ની નવી અંજલી ભાભીને, છે આટલી હૉટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો

અભિનેત્રી મુનમુન દત્તા તેના ચાહકો સાથે સતત જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ખૂબ જ સુંદર તસવીરો અને વીડિયો શૅર કરતી નજર આવે છે. થોડા સમય પહેલા જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ શરૂ થઈ છે. જેના માટે મુનમુન દત્તા ઘણી ઉત્સાહિત જોવા મળી હતી.

આ પણ વાંચો : Guess Who : તમે ઓળખી શકો છો કે 'તારક મહેતા..' શૉની આ કઇ અભિનેત્રી છે?

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. શૉમાંથી અંજલિ ભાભીનો રોલ ભજવતી નેહા મહેતા અને રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહે આ શૉને બાય-બાય કહીં દીધું છે અને એમની જગ્યા પર સુનૈના ફોજદાર અને બલવિન્દર સિંહ સૂરીએ એન્ટ્રી મારી લીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK