TMKOC: જ્યારે એક જ જેવા કપડામાં જોવા મળ્યા કલાકાર, તો થઈ રહ્યા છે આવા સવાલ

Updated: Sep 27, 2020, 17:06 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કેટલીક તસવીરો શૅર કરવામાં આવી રહી છે, જેમાં શૉના કલાકારો અંજલી ભાભી અને બબીતાજી એક જ જવા પહેરેલા કપડામાં જોવા મળે છે. હવે આ તસવીરો ફૅન પેજ પર શેર કરવામાં આવી રહી છે.

અંજલી ભાભી અને બબીતાજી
અંજલી ભાભી અને બબીતાજી

ટીવી જગતનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) કલાકારોની કૉમેડીના લીધે ઘણો પસંદ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે સામાન્ય લોકો સીરિયલના પાત્રો સાથે પોતાને જોડે છે. આ શૉ એટલો હિટ છે કે સોશિયલ મીડિયા પર પણ એની ઘણી ચર્ચાઓ થતી રહે છે, જેમાં સીરિયલ પાત્રોની પર્સનલ લાઇફથી માંડીને ટીવી શૉઝ સુધીની ઘણી વસ્તુઓ શૅર કરવામાં આવે છે. આ દિવસોમાં શૉ કોઈ અન્ય કારણોસર નહીં પરંતુ કલાકારોના કપડાને કારણે સમાચારોમાં છે.

હાં તમને સાંભળીને જરૂર આશ્ચર્ય થયું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ સાચું છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણા ફૅન પેજ શૉના કલાકારોના કપડા વિશે વાતચીત કરી રહ્યા છે. એમણે એવી ઘણી તસવીરો શૅર કરી છે, જેમાં દેખાઈ રહ્યું છે કે બે પાત્રો એક જ જેવા કપડા પહેરેલા નજર આવી રહ્યા છે અને જુદા-જુદા સમય પર કલાકારે એક જેવા જ કપડા પહેર્યા હતા.

View this post on Instagram

Budget prblm in tmkoc🤣🤣😂😂 . #tmkoc3000 #tmkoc_fans7 #tmkoccomedy #foryou #foryoupage

A post shared by TMKOC_FANS7 (@tmkoc_fans7) onSep 24, 2020 at 1:40am PDT

આ ફોટામાં જોવા મળી રહ્યું છે કે બબીતાજી (Babitaji)અને અંજલી ભાભી (Anjali Bhabhi) એક જ કપડામાં નજર આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે તે માત્ર એક જ વાર બન્યું નથી, પરંતુ એક કરતા વધારે વાર નેહા મહેતા (Neha Mehta) એટલે કે અંજલી ભાભી અને મુનમુન દત્તા (Munmun Dutta)એટલે કે બબીતાજી સેમ ટૂ સેમ કપડા પહેરીને શૉમાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે નેહા મહેતાએ શૉને અલવિદા કહીં દીધું છે. જોકે, તેના પાત્રને પહેલા તો ખૂબ પસંદ આવ્યું હતું.

આ પણ વાંચો : ગુડ ન્યૂઝ: ફરીથી 'તારક મહેતા' શૉમાં ગૂંજશે ગરબા ક્વીન 'દયા બેન'ની હસી

ફૅન પેજ દ્વારા બે કોલાજ શૅર કરવામાં આવ્યા છે, જેમાં અંજલી ભાભી અને બબીતા જી કોલાજમાં એક જ બ્લેક ટોપ પહેરેલા દેખાઈ રહ્યા છે, જ્યારે એક ફોટોમાં બન્નેએ રેડ કલરનો એક જેવો જ ટૉપ પહેરી રાખ્યો છે. આ ફોટો શૅર કર્યા પછી પૂછવામાં આવી રહ્યું છે કે શૉનું બજેટ નીચે આવી ગયું છે, જેના કારણે કાસ્ટ એક બીજાના કપડા પહેરી રહ્યા છે. જણાવી દઈએ કે લૉકડાઉનના કારણે શૂટિંગ બંધ હતી, પરંતુ હવે ફરીથી શૂટિંગ શરૂ થઈ ગઈ છે. આ શૉની ટીઆરપી સતત વધી રહી છે અને ટૉપ 5 સ્થાને પહોંચી છે.

આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. ગયા ગુરૂવારે જ તારક મહેતાની ટીમે 3000 એપિસોડ પૂર્ણ થવા પર પાર્ટીનું આયોજન કર્યું હતું અને એવી કામના કરી હતી કે આવી જ રીતે શૉ 5000 એપિસોડ પણ પાર કરી લે.

 • 1/20
  હકીકતમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર માલવ રાજડાએ સેલિબ્રેશનની ખાસ તસવીરો શૅર કરી છે.

  હકીકતમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર માલવ રાજડાએ સેલિબ્રેશનની ખાસ તસવીરો શૅર કરી છે.

 • 2/20
  આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ શૉનો સેટ ફૂલ અને ફૂગ્ગાંથી શણગારેલો છે.

  આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ શૉનો સેટ ફૂલ અને ફૂગ્ગાંથી શણગારેલો છે.

 • 3/20
  ફૂલ અને ફૂગ્ગાથી શૉના 3000 એપિસોડ પૂર્ણ થવા પર 3000 ગોલ્ડન ફૂગ્ગાથી લખીને સેલિબ્રેશનને ખાસ બનાવવાની યોજના કરવામાં આવી છે.

  ફૂલ અને ફૂગ્ગાથી શૉના 3000 એપિસોડ પૂર્ણ થવા પર 3000 ગોલ્ડન ફૂગ્ગાથી લખીને સેલિબ્રેશનને ખાસ બનાવવાની યોજના કરવામાં આવી છે.

 • 4/20
  3000 એપિસોડ પૂર્ણ થવા પર આ અવસર પર સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂરી ટીમને વખાણ અને અભિનંદન મળી રહ્યા છે. 

  3000 એપિસોડ પૂર્ણ થવા પર આ અવસર પર સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂરી ટીમને વખાણ અને અભિનંદન મળી રહ્યા છે. 

 • 5/20
  આ શૉ 12 વર્ષમાં કરોડો દર્શકોનો ફેવરિટ બની ગયો છે. 

  આ શૉ 12 વર્ષમાં કરોડો દર્શકોનો ફેવરિટ બની ગયો છે. 

 • 6/20
  આ જ કારણ છે કે આ શૉ ટીઆરપીની લિસ્ટમાં પણ સૌથી આગળ રહ્યો છે. તસવીરમાં અંજલી ભાભી, અસિતકુમાર મોદી અને કોમલ ભાભી

  આ જ કારણ છે કે આ શૉ ટીઆરપીની લિસ્ટમાં પણ સૌથી આગળ રહ્યો છે. તસવીરમાં અંજલી ભાભી, અસિતકુમાર મોદી અને કોમલ ભાભી

 • 7/20
  તારક મહેતા શૉ એટલે પણ ખાસ છે કારણકે તેના પર દેખાતા દરેક પાત્રની અલગ ફૅન ફૉલોઈંગ છે.

  તારક મહેતા શૉ એટલે પણ ખાસ છે કારણકે તેના પર દેખાતા દરેક પાત્રની અલગ ફૅન ફૉલોઈંગ છે.

 • 8/20
  શૉના ડાયરેક્ટરે પાર્ટીની ઈનસાઈડ તસવીરો શૅર કરતા લખ્યું છે કે- હું ખરેખર ખૂબ જ ગર્વ અને આનંદ અનુભવું છું કે હું આ શોનો એક ભાગ છું.... તે આજ સુધીની એક સારી મુસાફરી રહી છે, જેનું આગામી ટાર્ગેટ 5000 HAPPYSODES.

 • 9/20
  આ ઉપરાંત આ શૉમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશીએ પણ સોશિયલ મીડિયા પર કેટલીક વિશેષ તસવીરો શેર કરી છે.

  આ ઉપરાંત આ શૉમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશીએ પણ સોશિયલ મીડિયા પર કેટલીક વિશેષ તસવીરો શેર કરી છે.

 • 10/20
  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ત્રણ હજાર એપિસોડ પૂર્ણ થવાની ખુશીમાં દરેક કલાકારોનો એક અલગ જોશ જોવા મળ્યો હતો.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ત્રણ હજાર એપિસોડ પૂર્ણ થવાની ખુશીમાં દરેક કલાકારોનો એક અલગ જોશ જોવા મળ્યો હતો.

 • 11/20
  શૉના 3000 એપિસોડ પૂરા થવાના અવસરે રોશનસિંહ સોઢી અને રોશન ભાભીએ ખુશી વ્યક્ત કરી હતી.

  શૉના 3000 એપિસોડ પૂરા થવાના અવસરે રોશનસિંહ સોઢી અને રોશન ભાભીએ ખુશી વ્યક્ત કરી હતી.

 • 12/20
  ટપુસેનાનો મેમ્બર ગુલાબકુમાર હાથી એટલે ગોલીનો પણ સેટ પર મસ્તી કરતો જોવા મળ્યો હતો.

  ટપુસેનાનો મેમ્બર ગુલાબકુમાર હાથી એટલે ગોલીનો પણ સેટ પર મસ્તી કરતો જોવા મળ્યો હતો.

 • 13/20
  આત્મારામ તુકારામ ભીડેની દીકરી સોનૂ ભીડેએ 3000 એપિસોડ પૂરા થવા પર આનંદ વ્યક્ત કર્યો હતો.

  આત્મારામ તુકારામ ભીડેની દીકરી સોનૂ ભીડેએ 3000 એપિસોડ પૂરા થવા પર આનંદ વ્યક્ત કર્યો હતો.

 • 14/20
  આ શૉએ હાલ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને 12 વર્ષ સુધી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. 

  આ શૉએ હાલ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને 12 વર્ષ સુધી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. 

 • 15/20
  ડૉ હાથી સાથે જેઠાલાલે આ પ્રસંગે સુંદર તસવીર શૅર કરી છે.

  ડૉ હાથી સાથે જેઠાલાલે આ પ્રસંગે સુંદર તસવીર શૅર કરી છે.

 • 16/20
  ઑલ ઈન વન જનરલ સ્ટોરના અબ્દુલે ટપુ સેનાના લીડર ટીપેન્દ્ર જેઠાલાલ ગડા સાથે તસવીર શૅર કરી છે.

  ઑલ ઈન વન જનરલ સ્ટોરના અબ્દુલે ટપુ સેનાના લીડર ટીપેન્દ્ર જેઠાલાલ ગડા સાથે તસવીર શૅર કરી છે.

 • 17/20
  તૂફાન એક્સપ્રેસના વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલે પણ શૉની જોરદાર ઉજવણી કરી હતી.

  તૂફાન એક્સપ્રેસના વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલે પણ શૉની જોરદાર ઉજવણી કરી હતી.

 • 18/20
  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી લખાયેલા કૅકની જુઓ એક ઝલક

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી લખાયેલા કૅકની જુઓ એક ઝલક

 • 19/20
  જેઠાલાલના ફાયરબ્રિગેડ અને લેખકનો તો આ સેલિબ્રેશનમાં એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

  જેઠાલાલના ફાયરબ્રિગેડ અને લેખકનો તો આ સેલિબ્રેશનમાં એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

 • 20/20
  ચંપક ચાચા એટલે જેઠાલાલના બાપુજી તો જુઓ કેવા યંગ લાગી રહ્યા છે.

  ચંપક ચાચા એટલે જેઠાલાલના બાપુજી તો જુઓ કેવા યંગ લાગી રહ્યા છે.

Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK