કોને ડેટ કરી રહ્યો છે જેઠાલાલનો દીકરો 'ટપુ', બબીતાજીનું નામ પણ ચર્ચામાં

Published: Sep 20, 2020, 10:45 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આટલા ઓછા સમયમાં રાજ અનડકટના ફૅન ફોલોઈંગમાં ઘણો વધારો થયો છે, લોકો જાણવા આતુર છે કે આ એક્ટર સિંગલ છે કે કોઈને ડેટ કરી રહ્યો છે.

ટપુ ઉર્ફે રાજ અનડકટ
ટપુ ઉર્ફે રાજ અનડકટ

ટેલિવિઝનનો સૌથી પ્રખ્યાત શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. શૉના બધા પાત્રો ચાહકોના દિલો પર રાજ કરે છે. આ શૉમાં ટપુનું રાજ અનડકટ (Raj Anadkat) ભજવી રહ્યો છે. જોકે અગાઉ આ પાત્ર ભવ્ય ગાંધી(Bhavya Gandhi)એ ભજવ્યું હતું. આટલા ઓછા સમયમાં રાજની ફૅન ફોલોઈંગમાં ઘણો વધારો થયો છે, લોકો જાણવા આતુર છે કે આ એક્ટર સિંગલ છે કે કોઈને ડેટ કરી રહ્યો છે.

શું રાજ અનડકટ સિંગલ છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજે એક વખત ચૅટ દરમિયાન એક ફૅનના સવાલનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન ચાહકે તેને પૂછ્યું કે, તે સિંગલ છે કે વાસ્તવિક જીવનમાં કોઈને ડેટ કરી રહ્યો છે. આનો જવાબ આપતા રાજે ખુલાસો કર્યો કે, 'ના, હજી આ પ્રકારનું કંઈ નથી. મને લાગે છે કે જો આવું કંઇક થાય તો લોકો ચોક્કસપણે તેના વિશે ખબર પડી જશે. રાજે સ્પષ્ટપણે કહ્યું કે તે કોઈને જોઈ રહ્યો નથી અને ખુશ છે.

 
 
 
View this post on Instagram

Happy Sunday 😄🥰 . . #rajanadkat #sundayfunday #weekend

A post shared by Raj Anadkat (@raj_anadkat) onSep 6, 2020 at 6:09am PDT

થોડા સમય પહેલા એવા અહેવાલો બહાર આવ્યા હતા જેમાં જણાવ્યું હતું કે રાજ અને મુનમુન દત્તા એક બીજાને ડેટ કરી રહ્યા છે. ગયા વર્ષે રાજની તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે શૉની બબીતાજી એટલે કે મુનમુન દત્તા સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. તેઓ બન્ને ચૉકલેટ બ્રાઉની ખાતા જોવા મળ્યા હતા. ડેટિંગની અફવાઓ પણ ઉડી હતી. પરંતુ તેઓ સારી બૉન્ડિંગ શૅર કરે છે.

રાજ અનડકટે સિદ્ધાર્થકુમાર તિવારી દિગ્દર્શિત મહાભારતમાં કામ કર્યું હતું. જ્યારે તે 15 વર્ષનો હતો. આ સીરીઝમાં રાજે કૌરવોના 10 ભાઈઓમાંથી એક ભાઈ બન્યો હતો. તેમણે તાજેતરમાં જ સ્પૉટબૉયને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "તે બહુ મહત્વનું પાત્ર નહોતું, પરંતુ મેં કૌરવોના 100 ભાઈઓમાંથી ત્રીજા નંબરના ભાઈનો રોલ ભજવ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં તેણે એમ પણ જણાવ્યું હતું કે તેમના ફૅન્સ જ્યારે શૉનું રિપીટ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું, ત્યારે મને ઓળખી રહ્યા હતા.

આ પણ વાંચો : તારક મહેતાની બબીતાજી પોતાની સાથે હંમેશા રાખે છે એક ડબ્બો, જાણો શું છે એમાં

હકીકતમાં રાજે શરૂઆતમાં આ શૉમાં કેમિયો રોલ માટે ઑડિશન આપ્યો હતો, ટપુના રોલ માટે નહીં. રાજ અનડકટે જણાવ્યું હતું કે તેનો પરિવાર શરૂઆતથી જ આ શૉના મોટા ફૅન્સ રહ્યા છે. તેણે જાહેર કર્યું કે તે શૉના કેમિયો માટે ઑડિશન આપવા માટે તારક મહેતાના સેટ પર ગયો હતો. તે સમય દરમિયાન, તેણે પ્રથમ વખત દિશા વાકાણી (દયાબેનનું પાત્ર) સહિતના શૉના અન્ય કલાકારોને જોયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK