TMKOC: તારક મહેતાના જેઠાલાલ થયા સેનિટાઈઝરથી હેરાન, ફની વીડિયો થયો વાઈરલ

Published: 8th January, 2021 14:43 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હાલ જેઠાલાલનો એક વીડિયો ઘણો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કોરોના કાળથી બચવા સતત વપરાતાં સેનિટાઈઝર અને ડસ્ટબિનના વપરાશમાં કન્ફ્યૂઝ થતા જોવા મળી રહ્યા છે.

દિલીપ જોશી
દિલીપ જોશી

સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. કોરોના વાઈરસના કારણે થયેલા લૉકડાઉનમાં શૉની શૂટિંગ બંધ કરવામાં આવી હતી, ત્યારે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. હાલ સીરિયલની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને સેટ પર પણ કલાકારોની સુરક્ષા અને સ્વાસ્થય પર પૂરેપુરું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરિયલના જેઠાલાલને કોણ નથી ઓળખતું. શૉમાં લોકપ્રિય પાત્ર ભજવનાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ પોતાના અભિનયથી લાખો લોકોનું દિલ જીતી લીધું છે. તેઓ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઈન્સ્ટાગ્રામ પર જોડાયા છે. ઓછા સમયમાં તેમના એક મિલિયન્સથી વધારે ફૉલોઅર્સ થઈ ગયા છે. તેઓ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ પોતાના ફૅન્સ વચ્ચે ચર્ચામાં રહેવા બદ્દલ હંમેશા રસપ્રદ પોસ્ટ શૅર કરતા રહે છે. હાલ જેઠાલાલનો એક વીડિયો ઘણો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કોરોના કાળથી બચવા સતત વપરાતાં સેનિટાઈઝર અને ડસ્ટબિનના વપરાશમાં કન્ફ્યૂઝ થતા જોવા મળી રહ્યા છે.

હકીકતમાં તાજેતરમાં દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેમણે લીલા કલરનો કુર્તો પહેર્યો છે. દિલીપ જોશી ક્યાંકથી આવે છે અને તે જગ્યાએ જાય છે, જ્યાં સેનિટાઈઝરની એક બોટલ રાખવામાં આવી છે. તેઓ બોટલને સેનિટાઈઝર માટે દબાવે છે અને પગ નીચે મૂકેલા ડસ્ટબિનનું ઢાંકણ પગેથી ખોલતા નજર આવી રહ્યા છે. પરંતુ અચાનક તેમને ખ્યાલ આવે છે કે આ સેનિટાઈઝરનું સ્ટેન્ડ નથી અને તેઓ કન્ઝ્યૂઝ થઈ જાય છે. પણ બાદ હાથેથી જ સેનિટાઈઝર લઈને ચાલ્યા જાય છે.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કરેલા આ વીડિયોમાં જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ પોતાના ફૅન્સને પૂછ્યું છે કે શું તેઓ આને રિલેટ કરી શકે છે. તેમ જ ફૅન્સને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે આ વીડિયો ઘણી ઝડપથી વાઈરલ થઈ ગયો છે. બધાને આ વીડિયો ઘણો ફની અને ક્યૂટ પણ લાગી રહ્યો છે. તેમના ઘણા ફૅન પેજ પર પણ આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે. તેમ જ શૉના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે ઉર્ફે મંદાર ચાંદવડકરે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શૅર કર્યો છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK