Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC: 'જેઠાલાલ'ની આ તસવીર જોઈને ફૅન્સ થયા ક્રેઝી, તેમ પણ જુઓ

TMKOC: 'જેઠાલાલ'ની આ તસવીર જોઈને ફૅન્સ થયા ક્રેઝી, તેમ પણ જુઓ

19 September, 2020 04:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

TMKOC: 'જેઠાલાલ'ની આ તસવીર જોઈને ફૅન્સ થયા ક્રેઝી, તેમ પણ જુઓ

દિલીપ જોશી

દિલીપ જોશી


નાના પડદાનો સૌથી પ્રખ્યાત અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે.

આ પણ વાંચો : ઓહોહો.. 'બબીતાજી'ની આ અદાએ તો સોશ્યલ મીડિયા પર માચવી બબાલ, તમે પણ જુઓ



હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તેમના ચાહકોને તેમની વાસ્તવિક જીવનની ઝલક આપવાનું પસંદ કરે છે. જૂલાઈમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરનારા આ એક્ટરે હાલમાં જ પોતાની ઈટાલી હૉલિડેની તસવીર શૅર કરી છે.


આ પણ વાંચો : Guess Who : તમે ઓળખી શકો છો કે 'તારક મહેતા..' શૉની આ કઇ અભિનેત્રી છે?

હંમેશા જેઠાલાલના ચાહકો શૉમાં એમને મૂંછોમાં અને જેલવાળા વાળમાં જોતા આવ્યા છે. પણ તેમનો લેટેસ્ટ ફોટો તદ્દન અલગ છે. દિલીપ જોશી આ તસવીરમાં સનગ્લાસ અને ટોપીમાં સ્ટાઇલિશ લાગી રહ્યા છે.


અભિનેતાએ તેના કેપ્શનમાં ખુલાસો કર્યો હતો કે, આ થ્રોબૅક ફોટો ઇટાલીના વેકેશન દરમિયાન લેવાયેલો છે. સાથે જ તેણે કૅપ્શન આપ્યું છે કે, 'પાછળ જોવાથી મને ફરીથી સારા સમયની રાહ જોવાની ઇચ્છા થાય છે! ત્યાં સુધી જે છે તે માત્ર થ્રોબૅક છે.' તો કરો એ તસવીર પર એક નજર

જેઠાલાલના તમામ સહ-કલાકાર અભિનેતાઓએ આ નવા લૂકની ઘણી પ્રશંસા કરી છે. તારક મહેતા શૉમાં કોમલ ભાભીનો રોલ ભજવનારી અંબિક રંજનકરે તસવીર પર કમેન્ટ્સ કરતા લખ્યું, "Sun kissed and how!". આ તસવીર પર ભવ્ય ગાંધીએ પણ કમેન્ટ કરીને લખ્યું, "That look!"

રસપ્રદ વાત એ છે કે સિટકૉમના ડિરેક્ટર માલવ રાજડાએ જેઠાલાલની તસવીર પર કમેન્ટ કરીને લખ્યું, 'ડૉન'.. 

 

આ પણ જુઓ : જુઓ અથાણાં-પાપડ જેવી જ તીખી-મીઠી છે 'તારક મહેતા'ની 'માધવી ભાભી'

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. શૉમાંથી અંજલિ ભાભીનો રોલ ભજવતી નેહા મહેતા અને રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહે આ શૉને બાય-બાય કહીં દીધું છે અને એમની જગ્યા પર સુનૈના ફોજદાર અને બલવિન્દર સિંહ સૂરીએ એન્ટ્રી મારી લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2020 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK