EXCLUSIVE : તારક મહેતાના આ સ્ટાર જોડાયા ઇન્સ્ટા પર, ફૅક અકાઉન્ટ્સથી પરેશાન

Updated: Jul 26, 2020, 17:20 IST | Sheetal Patel | Mumbai

હાલ ફૅન્સ માટે એક ખુશીના સમાચાર એ છે કે ફાઈનલી જેઠાલાલ ઈન્સ્ટાગ્રામ પર પોતે હાજરાહજુર છે. તેમના બધા ફૅક અકાઉન્ટ્સને જાણે એમનું આ ઑરિજિનલ અકાઉન્ટ માત આપવા માટે શરૂ થઈ ગયું છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ લોકપ્રિય સીરિયલના ફૅમસ એક્ટર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલને કોણ ઓળખતું નથી? 12 વર્ષ સુધી દિલીપ જોશી આ સીરિયલ માટે કામ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરતા આવ્યા છે. સાથે જ આ સીરિયલના બધા કલાકારોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. હાલ ફૅન્સ માટે એક ખુશીના સમાચાર એ છે કે ફાઈનલી જેઠાલાલ ઈન્સ્ટાગ્રામ પર પોતે હાજરાહજુર છે. તેમના બધા ફૅક અકાઉન્ટ્સને જાણે એમનું આ ઑરિજિનલ અકાઉન્ટ માત આપવા માટે શરૂ થઈ ગયું છે. ગઈ કાલે રાત્રે તેઓ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોડાયા છે અને અત્યાર સુધીમાં એમનાં 26 હજાર જેટલા ફૉલોઅર્સ થઈ ગયા છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ અંગે વાત કરી હતી અને એમણે આ વાતની પુષ્ટિ આપી હતી કે તેઓ ગઈ કાલે રાત્રે જ ઈન્સ્ટાગ્રામ પર જોડાયા છે. એમણે આ પહેલા પણ પોતાના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે એમના ફૅક અકાઉન્ટ્સ અને ઈન્ટરનેટ પર ફેલાતી ખોટી માહિતીથી વિચલિત થાય છે અને એમને જરા પણ ગમતું નથી કે એમના નામે લોકો ફૅક અકાઉન્ટ્સ ચલાવે.

 
 
 
View this post on Instagram

Starting off with one of my most favourite memories with Baa and Bhai!

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi) onJul 25, 2020 at 2:16pm PDT

ઈન્સ્ટાગ્રામ પર દિલીપ જોશીનું ઑરિજિનલ અકાઉન્ટનું નામ #maakasamdilipjoshi છે અને એમણે કાલે રાત્રે એક તસવીર પોસ્ટ કરીને ઈન્સ્ટાગ્રામની શરૂઆત કરી હતી. તસવીરના કેપ્શનમાં એમણે લખ્યું હતું- બા અને ભાઈ સાથેની મારી સૌથી પ્રિય યાદોથી પ્રારંભ કરું છું! તેમની આ તસવીરને અત્યાર સુધી 18 હજારથી વધારે લાઈક્સ અને 500થી વધારે લોકોએ આ સુંદર તસવીર પર કમેન્ટ્સ કરી છે.

 
 
 
View this post on Instagram

जनहित में जारी...😜

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi) onJul 26, 2020 at 12:19am PDT

સાથે જ એમણે વીડિયોમાં ઈન્સ્ટાગ્રામ પર જોડાવા બદ્દલ ફૅન્સનો આભાર માન્યો છે. સાથે એમણે કહ્યું કે કાલે જ મેં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ શરૂ કર્યું છે અને સવારે ઉઠીને જોયું તો આટલા બધા ફૉલોઅર્સ છે અને બધા તરફથી મને આટલો પ્રેમ મળ્યો એ માટે લોકોનું દિલથી અભિનંદન કરું છું. સાથે જ એમણે વિનંતી કરી છે કે ફૅક અકાઉન્ટ્સ નહીં બનાવો કારણકે એમના જ ઑરિજિનલ અકાઉન્ટના પેજનો સ્ક્રીનશૉટ લઈને ફૅક અકાઉન્ટવાળા એને પોસ્ટ કરી રહ્યા છે એટલે એમણે ખાસ હાથ જોડીને વિનંતી કરી છે કે ફૅક અકાઉન્ટ નહીં બનાવો. હું નવો જોડાયો છું ઈન્સ્ટાગ્રામ પર અને કઈ ભૂલ થઈ જાય તો માફ કરી દેજો. અને આશા કરું છું કે ઈન્સ્ટાગ્રામ દ્વારા હું ફૅન્સ સાથે કનેક્ટેડ રહીશ અને સારી-સારી મેમરીઝ અને નવી-નવી વાતો ફૅન્સ વચ્ચે શૅર કરતો રહીશ.

આ પણ જુઓ : 'જેઠાલાલ' દિલીપ જોશી શાંતિપ્રિય અને ઇશ્વરમાં આસ્થા રાખનારા છે, જુઓ તસવીરો

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, "મને ખ્યાલ હતો કે ઘણાં લોકો મારા ફૅક અકાઉન્ટ્સ બનાવી રહ્યા છે અને પેઇડ પ્રોમોશન્સ વગેરેનાં ગેરલાભ પણ લઇ રહ્યા હતા જે ખોટું થઇ રહ્યું હતું. આ માટે લોકોને સાચી માહિતી મળતી રહે તથા પબ્લિક ઇન્ટરેસ્ટમાં મેં આ અકાઉન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું. મારે લોકોને જણાવવું હતું કે એ બધા અકાઉન્ટ ખોટા છે અને આ જ એક શ્રેષ્ઠ રસ્તો હતો."- દિલીપ જોશી

આ પણ વાંચો : Exclusive Interview દિલીપ જોશીઃ કૉમેડીનાં સરતાજ, વાસ્તવિકતામાં બહુ શાંત છે

ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શૉઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જોવા મળશે. 22 જૂલાઈથી આ શૉની શરૂઆત થઈ ગઈ છે. શૉની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે. કલાકારોના હેલ્થની પૂરે-પૂરી સાવધાની રાખવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK