Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતા... શૉમાં પાછા જોવા મળશે આ ફૅમસ કલાકાર, જેઠાલાલના છે એકદમ ખાસ

તારક મહેતા... શૉમાં પાછા જોવા મળશે આ ફૅમસ કલાકાર, જેઠાલાલના છે એકદમ ખાસ

21 December, 2020 10:21 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તારક મહેતા... શૉમાં પાછા જોવા મળશે આ ફૅમસ કલાકાર, જેઠાલાલના છે એકદમ ખાસ

ગોકુલધામવાસીઓ

ગોકુલધામવાસીઓ


સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. આ શૉ સાથે સંકળાયેલા પાત્રો વિશે પણ ઘણી વાતો થતી હોય છે. હાલ તારક મહેતાના ફૅન્સ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) ફરીથી એકવાર શૉમાં પાછા જોવા મળવાના છે. 9 મહિનાથી આ શૉથી દૂર રહેલા નટુકાકાની ગળાની સર્જરી થઈ હતી, જેના લીધે તેઓ રજા પર હતા. પરંતુ હવે તેઓ એકવાર દર્શકોને હસાવતા જોવા મળશે.



ઈ-ટાઈમ્સ ટીવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકે કહ્યું- મારી તબિયત એકદમ સારી છે. મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ શરૂ કરી દીધી છે. મેં 16 માર્ચે છેલ્લી વાર સીરિયલ માટે શૂટિંગ કરી હતી અને હવે 9 મહિના બાદ 16 ડિસેમ્બરથી મેં શૂટિંગ શરૂ કરી દીધી છે. એપિસોડ એકાદ-બે દિવસમાં પ્રસારિત કરવામાં આવશે. જ્યારે લૉકડાઉન શરૂ થયું તો, 60 વર્ષથી અધિક વયના કલાકારોને સેટ પર જવાની મંજૂરી મળી નહોતી અને શૂટિંગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પછી મારી એક મોટી સર્જરી થઈ. ઑપરેશન પર સફળ રહ્યું અને હવે મારી તબિયત પણ સારી છે.


સીરિયલમાં સીન વિશે વાત કરતા એમણે કહ્યું - 'મેં જેઠાલાલ અને બાધા સાથે શૂટિંગ શરૂ કરી છે. હું પણ ઘણો ઉત્સાહિત હતો કારણકે મને 9 મહિના બાદ એના માટે શૂટિંગ કરવાની હતી. હું ખૂબ જ ખુશ અને તાજગી અનુભવી રહ્યો છું અને હું મારા સીન્સ માટે ઉત્સુક છું'.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2020 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK