તારક મહેતા સીરિયલમાં દયાબેનની એન્ટ્રીનો બનાવ્યો ધમાકેદાર પ્લાન

Published: Oct 04, 2019, 19:30 IST | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા ભાભી એટલે કે દિશા વાકાણીનું કમબેક એક પેચીદો પ્રશ્ન છે. ત્યારે શોના પ્રોડ્યુસર અસિત મોદીએ કન્ફોર્મ કર્યું છે કે દિશા વાકાણી શોમાં પરત ફરી રહી છે અને ટુંક સમયમાં જ તે શોમાં જોવા મળશે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

Mumbai : છેલ્લા ઘણા વર્ષોથી દેશના પરીવારોમાં લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા ભાભી એટલે કે દિશા વાકાણીનું કમબેક એક પેચીદો પ્રશ્ન છે. ત્યારે શોના પ્રોડ્યુસર અસિત મોદીએ કન્ફોર્મ કર્યું છે કે દિશા વાકાણી શોમાં પરત ફરી રહી છે અને ટુંક સમયમાં જ તે શોમાં જોવા મળશે. મળી રહેલ માહિતી પ્રમાણે 2 વર્ષ બાદ કમબેક કરી રહેલ દયાબેન શોમાં નવરાત્રીના સ્પેશિયલ શોમાં ગ્રાન્ડ કમબેક કરશે.


દયાનું આ રીતે થઇ શકે છે કમ બેક
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શોના અપકમિંગ ટ્રેકમાં ગોકુલધામના લોકો દયાભાભીને યાદ કરતા હોય છે, તેમાં પણ સૌથી વધારે જેઠાલાલ પત્નીને મિસ કરતાં હોય છે. તેઓ મા અંબાની સામે જઈને સોગન લે છે કે જ્યાં સુધી દયા પરત નહીં આવે ત્યાં સુધી તે ગરબા રમશે નહીં. ગોકુલધામના તમામ લોકો દયાભાભીને શોધવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ સફળ થતા નથી. ત્યારબાદ દયાભાભીની ગ્રાન્ડ એન્ટ્રી થશે. મેકર્સ દયાભાભીની એન્ટ્રી પર શક્ય તેટલું સસ્પેન્સ બનાવવા માગે છે.

આ પણ જુઓ : દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલની આવી રહી છે એક્ટિંગની સફર

અસિત મોદીએ દયાબેનના પરત ફરવાની આપી હતી માહિતી
દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો ત્યારથી તેમના શોમાં પાછા ફરવાની વાતો ચાલી રહી હતી. ચાહકો પણ લાંબા સમયથી તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા અને આખરે તેમની ઈચ્છા પુરી થવા જઈ રહી છે. ખુદ શોના મેકર્સે કન્ફર્મ કર્યું છે કે દિશા વાકાણી શોમાં પાછા ફરી રહ્યા છે. અનેક અફવાઓ, સ્પષ્ટતાઓ અને અહેવાલોના અંતે તારક મહેતાના મેકર્સ દિશા વાકાણીના શોમાં પાછા આવવા મામલે નિવેદન આપ્યું છે. timesofindia.com સાથેના એક ઈન્ટરવ્યૂ દરમિયાન આસિત કુમાર મોદીએ કન્ફર્મ કર્યું છે કે, દર્શકો તેમના દયાબેનને બહુ જલ્દી જોઈ શકશે. તેમણે કહ્યું કે, "અમે સકારાત્મક છે કે દિશા શોમાં દયા તરીકે કમબેક કરશે. જેમાં એકામ મહિના જેટલો સમય લાગી શકે છે. અમે તેમને ઘણા સમયથી શોમાં પાછા ફરવાનું કહેતા હતા. પરંતુ તેઓ તૈયાર નહોતા અને અમને કહ્યું હતું કે, 'મારી દીકરી હજી નાની છે, હું તેને એકલી કેમ મુકી શકું?', પરંતુ હવે લાગે છે કે તેણે શોમાં પાછા ફરવાનું મન બનાવી લીધું છે."

આ પણ જુઓ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સફળતા પાછળ આ ગુજરાતીઓનો છે હાથ

સપ્ટેમ્બર 2017થી દિશા વાકાણી શો માં નથી જોવા મળ્યા
દિશા સપ્ટેમ્બર, 2017મા મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર, 2017મા દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. બે વર્ષથી ચાહકો તથા મેકર્સ દિશા વાકાણી શોમાં પરત ફરે તેની રાહ જોતા હતાં. ચર્ચા હતી કે દિશાના પતિ મયુરે દિવસના માત્ર ચાર કલાક અને મહિનામાં 15 દિવસ જ કામ કરવાની શરત મૂકી હતી. તેમાં પણ નાઈટ શિફ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મેકર્સ આ શરત માનવા તૈયાર નહોતાં. હવે, દિશા પ્રોડક્શન હાઉસની શરતે કામ કરવા તૈયાર છે.

દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલની આવી રહી છે એક્ટિંગની સફર

 
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK