Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > થપ્પડને વિચિત્ર જણાવતા અહમદ ખાન પર પલટવાર કરતાં તાપસીએ કહ્યું...

થપ્પડને વિચિત્ર જણાવતા અહમદ ખાન પર પલટવાર કરતાં તાપસીએ કહ્યું...

09 March, 2020 06:39 PM IST | Mumbai Desk

થપ્પડને વિચિત્ર જણાવતા અહમદ ખાન પર પલટવાર કરતાં તાપસીએ કહ્યું...

અહમદ ખાન

અહમદ ખાન


અહમદ ખાને તાજેતરમાં રિલીઝ થયેલી ‘થપ્પડ’ને અજીબ ફિલ્મ જણાવી હતી. એને લઈને તાપસી પન્નુએ તેને જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું કે તે તેની કમ્ફર્ટ પ્રમાણે ફિલ્મ બનાવે છે અને અમે પણ અમારી મરજી મુજબ ફિલ્મ બનાવીએ છીએ. અનુભવ સિંહાની આ ફિલ્મમાં તાપસી પન્નુ અને પાવેલ ગુલાટી લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. ફિલ્મને લઈને અહમદ ખાને કહ્યું હતું કે ‘મને ‘થપ્પડ’નો કન્સેપ્ટ જ વિચિત્ર લાગ્યો છે. એક હસબન્ડે તેની વાઇફને થપ્પડ મારે છે. તો શું તે હંમેશાં માટે તેને છોડીને ચાલી જશે? જો તેને હસબન્ડનું આવુ વર્તન નથી પસંદ તો તે પણ તેને સામે તમાચો મારી શકે છે અને વાત ત્યાં જ પૂરી કરી શકે છે. જો હું તેને એમ કહું કે મારે તારી સાથે નથી રહેવું તો તે પણ મને એમ કહી શકે છે. જોકે શું એક થપ્પડ એ વાત નક્કી કરશે કે કપલે સાથે રહેવું જોઈએ કે છૂટાં પડવું જોઈએ? દરેક વ્યક્તિનો વસ્તુસ્થિતિને જોવાનો અંદાજ નોખો હોય છે.’

‘થપ્પડ’ના કન્સેપ્ટ પર સવાલ ઉઠાવનાર અહમદ ખાનને જવાબ આપતાં તાપસીએ કહ્યું હતું કે ‘અહમદ ખાન એવી ફિલ્મો બનાવે છે જે તેને યોગ્ય લાગે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમે પણ ફિલ્મ બનાવીએ છીએ. અમે એવા રિલેશનશિપ્સને જ મહત્ત્વ આપીએ છીએ જેમાં પ્રેમ અને સન્માન મળી રહે. જોકે એવા પણ સંબંધો હોઈ શકે છે જેના વિશે અહમદ ખાન વાત કરી રહ્યા છે. તે હંમેશાં એવી જ ફિલ્મો બનાવે છે જેમાં તે કમ્ફર્ટેબલ હોય. અમે પણ એવી ફિલ્મો બનાવીશું જેમાં અમે કમ્ફર્ટેબલ હોઈએ.’‍


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 06:39 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK