અનુરાગ કશ્યપ સાથે તાપસી પન્નુ દો બારામાં જોવા મળશે

Published: 13th February, 2021 08:58 IST | Agency | Mumbai

ફિલ્મમેકર અનુરાગ કશ્યપની થ્રિલર ‘દો બારા’માં તાપસી પન્નુ જોવા મળશે. એની જાહેરાતનો વિડિયો તાપસીએ ટ્વિટર પર શૅર કર્યું હતું.

તાપસી પન્નુ
તાપસી પન્નુ

ફિલ્મમેકર અનુરાગ કશ્યપની થ્રિલર ‘દો બારા’માં તાપસી પન્નુ જોવા મળશે. એની જાહેરાતનો વિડિયો તાપસીએ ટ્વિટર પર શૅર કર્યું હતું. એમાં અનુરાગ પણ જોવા મળી રહ્યો છે. આ અગાઉ અનુરાગની ‘મનમર્ઝિયાં’માં પણ તાપસીએ કામ કર્યું હતું. ‘દો બારા’ ફિલ્મ વિશે તાપસીએ કહ્યું હતું કે ‘આ એક મજેદાર થ્રિલર રહેશે. સાથે જ આ એક અનોખી ફિલ્મ છે, કારણ કે અનુરાગ એને ડિરેક્ટ કરશે અને એકતા કપૂર પ્રોડ્યુસ કરશે. ‘મનમર્ઝિયાં’ બાદ અનુરાગ સાથે અને ‘બદલા’ બાદ અથેના પ્રોડ્યુસર સુનીર ખેતરપાલ સાથે આ મારી બીજી ફિલ્મ છે. એથી હું જાણું છું કે અપેક્ષાઓ તો ઘણી રહેવાની છે.’

ફિલ્મના ટીઝરમાં ફિલ્મના ટાઇટલને પણ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. ‘દો બારા’નો અર્થ બે વાગીને ૧૨ મિનિટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને લઈને પોતાનો ઉમળકો વ્યક્ત કરતાં અનુરાગે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘દો બારા’ દ્વારા અમે ફ્રેશ અને એકદમ નવી સ્ટોરી લોકોને દેખાડવાનો ઉદ્દેશ રાખીએ છીએ. એને લઈને તો હું ખૂબ જ ઉત્સાહિત છું. આ વખતે અમે થ્રિલરને એક ઇન્ટરેસ્ટિંગ લેવલ પર લઈ જવા માગીએ છીએ.’

ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં ગોવામાં કરવામાં આવશે. એકતા કપૂરનું બાલાજી ટેલિફિલ્મ્સ, સુનીર ખેતરપાલનું અથેના અને ગૌરવ બૉસનું ધ વર્મિલિયન વર્લ્ડ આ બધા મળીને કલ્ટ મૂવીઝના બૅનર હેઠળ ‘દો બારા’ને પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મને લઈને એકતાએ કહ્યું હતું કે ‘કલ્ટ મૂવીઝના બૅનર હેઠળ ડિરેક્ટર અનુરાગની આ પહેલી ફિલ્મ છે જેમાં તાપસી લીડ રોલમાં છે. એને લઈને હું ખૂબ ઉત્સાહિત છું. આ લોકો હંમેશાં હટકે ફિલ્મો કરીને પોતાની સીમા બહાર જઈને જ કામ કરે છે અને તેઓ હંમેશાં અલગ પ્રકારની કન્ટેન્ટ આપવા માટે કટિબદ્ધ રહે છે. લોકો ‘2:12’ જુએ માટે હું ખૂબ આતુર છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK