Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Taapseeએ શૅર કર્યું Looop Lapetaનું પોસ્ટર, ટૉયલેટમા બેસેલી દેખાઈ

Taapseeએ શૅર કર્યું Looop Lapetaનું પોસ્ટર, ટૉયલેટમા બેસેલી દેખાઈ

02 February, 2021 03:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Taapseeએ શૅર કર્યું Looop Lapetaનું પોસ્ટર, ટૉયલેટમા બેસેલી દેખાઈ

તાપસી પન્નુ

તાપસી પન્નુ


બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ આજકાલ તેની અપકમિંગ ફિલ્મ રશ્મિ રૉકેટને લઈને ચર્ચામાં છે. હાલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. એક્ટ્રેસ સતત ઈન્સ્ટાગ્રામ પર રશ્મિ રૉકેટની શૂટિંગના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસે પોતાની આવનારી ફિલ્મ લૂપ લપેટાનો ફર્સ્ટ લૂક શૅર કર્યો છે. તાપસીએ ઈન્સ્ટાગ્રામ પર લૂપ લપેટાની પહેલી ઝલક શૅર કરી છે, જેમાં તે ઘણી કૂલ લૂક સાથે ટૉયલેટમાં બેસેલી જોવા મળી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)




પોસ્ટરમાં દેખાઈ રહ્યું છે કે તાપસી એક ગંદા વૉશરૂમમાં બેસેલી નજર આવી રહી છે. તેની પાસે એક ડસ્ટબીન પણ રાખ્યું છે અને બાથરૂમમાં જાળાઓ દેખાઈ રહ્યા છે. પોસ્ટર શૅર કરતાની સાથે તાપસીએ પોતાના કેપ્શનમાં લખ્યું છે, જીવનમાં કેટલીક વખત એવો સમય આવે છે કે આપણે પોતાને પૂછવું પડે છે કે 'મેં આ અહીંયા કેવી રીતે પૂર્ણ કર્યું?. હું પણ એવું જ વિચારી રહી હતી. નહીં.. નહીં આ પાર્ટ વિશે નહીં લાઈફ વિશે. હાય હું સાવી એક ક્રેઝી યાત્રામાં તમારું સ્વાગત છે. તમને જણાવી દઈએ કે તાપસી પન્નુની ફિલ્મ 'લૂપ લપેટા' 1998માં રિલીઝ થયેલી જર્મનની સુપરહિટ ક્લાસિક ફિલ્મ 'રન લોલા રન'નું હિન્દી રીમેક છે, જેનું નિર્દેશન ટૉમ ટાઇકરે કર્યું હતું. તાપસી સાથે આ ફિલ્મમાં તાહિર ભસીન પણ નજર આવવાના છે.

તમને જણાવી દઈએ કે તાપસી પન્નુની આગામી ફિલ્મ રશ્મિ રૉકેટના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ ભૂજમાં ચાલી રહ્યું છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેમાં તાપસી પન્નુ એક ગુજરાતી એથલીટની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં તેમની સાથે અભિષેક બેનર્જી અને પ્રિયાંશુ પણ નજર આવશે. આ સિવાય તાપસી પન્નુ હસીન દિલરૂબા અને શબાશ મીટ્ટૂમાં પણ મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. શબાશ મિટ્ટૂ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની બયોપિક ફિલ્મ હશે. જેમાં તે મિતાલી રાજનો રોલ પ્લે કરશે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2021 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK