તાપસી પન્નૂનો ખુલાસો: સુશાંતના નિધન બાદ લોકો મને કૉલ કરીને પૂછવા લાગ્યા

Updated: Jul 20, 2020, 19:15 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

સુશાંતની ઘટના બાદ તેમને એવા ફોન કૉલ અને મેસેજ આવવા લાગ્યા જેમાં લોકો તેને પૂછતાં કે તું સ્વસ્થ છે અને એકલતા તો નથી અનુભવતી ને?

તાપસી પન્નૂ (ફાઇલ ફોટો)
તાપસી પન્નૂ (ફાઇલ ફોટો)

અભિનેત્રી તાપસી પન્નૂ(Taapsee Pannu) કહે છે કે સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ને તે ક્યારેય મળી નહોતી, પણ તેમ છતાં તેને ઘણું દુઃખ થયું છે. તેની સાથે જ તેણે જણાવ્યું તે સુશાંતની ઘટના બાદ તેમને એવા ફોન કૉલ અને મેસેજ આવવા લાગ્યા જેમાં લોકો તેને પૂછતાં કે તું સ્વસ્થ છે અને એકલતા તો નથી અનુભવતી ને?

તાપસીએ આ વાતચીત એક અંગ્રેજી મીડિયા હાઉસ દ્વારા આયોજિત ઇ-કૉન્ક્લેવ દરમિયાન કહી. સુશાંત વિશે તેણે જણાવ્યું કે, "દુર્ભાગ્યે મારી સુશાંત સાથે કોઇપણ મુલાકાત નહોતી થઈ. કદાચ અમારા બન્નેનાં મિત્રો કૉમન રહ્યા હશે, પણ મને નથી લાગતું કે અમારા બન્નેમાંથી કોઇપણ સામાજિક રીતે સક્રીય હતા અને કદાચ આ જ કારણસર અમે એકબીજાને ક્યારેય મળી ન શક્યાં."

કોઇપણ કાર્યક્રમમાં પણ નહોતા મળ્યા
આગળ તેણે જણાવ્યું કે, "પણ ચોંકાવનારી વાત એ છે કે અવૉર્ડ શૉ જેવા કોઇ કાર્યક્રમમાં પણ ક્યારેય એકબીજા સાથે મળ્યા નહોતાં. પણ તેમ છતાં જે લોકો તેને નહોતા મળ્યા કે તેને વ્યક્તિગત રીતે નહોતા ઓળખતા, તેમને પણ સુશાંતના જવાનું એટલું જ ખરાબ લાગ્યું છે એટલું જ દુઃખ થયું છે."

લોકોએ ફોન કરીને પૂછ્યું કે તું બરાબર છે ને?
સાથે જ તાપસીએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે સુશાંતના નિધન બાદ તેમને ઘણાં પરિચિતોના ફોન આવ્યા, જેમણે મને કહ્યું કે પોતાને ક્યારેક એકલી ન સમજતી. તાપસીએ જણાવ્યું કે, "સુશાંતવાળી ઘટના બાદ દરરોજ મને એવા લોકોના ફોન અને મેસેજ મળી રહ્યા છે, જે મને પૂછી રહ્યા છે કે તું બરાબર છે ને, તું ખુશ છે ને, શું તને વાત કરવાની જરૂર જણાય છે?"

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK