થપ્પડના દૃશ્ય માટે નર્વસ પાવેલ ગુલાટીને તાપસીએ કહ્યું...ઘુમાકે લગા દે

Published: Feb 27, 2020, 19:10 IST | Mumbai Desk

થપ્પડ મારવાના દૃશ્ય માટે નર્વસ પાવેલ ગુલાટીને તાપસી પન્નુએ કહ્યું...ઘુમાકે લગા દે

‘થપ્પડ’માં તાપસી પન્નુને થપ્પડ મારતાં પહેલાં નર્વસ બનેલા પાવેલ ગુલાટીને તેણે સલાહ આપતાં જણાવ્યું હતું કે ડર્યા વગર ઘુમાકે લગા દે. હસબન્ડ-વાઇફના સંબંધો પર પ્રકાશ પાડતી આ ફિલ્મમાં કઈ રીતે એક થપ્પડ બાદ મહિલાના જીવનમાં બદલાવ આવી જાય છે એ વિશેની સ્ટોરી જાણવા મળશે. થપ્પડના આ એક દૃશ્ય માટે તાપસીને સાત વખત પાવેલની થપ્પડ ખાવી પડી હતી. એ દૃશ્યને વિસ્તારપૂર્વક જણાવતાં પાવેલે કહ્યું હતું કે ‘આ દૃશ્ય કરતાં પહેલાં હું ખૂબ નર્વસ હતો. કોઈને થપ્પડ મારવી એ તો કંઈ સારી બાબત નથી. સેટ પર અનેક લોકો હાજર હતા, કારણ કે અમે પાર્ટીનું દૃશ્ય શૂટ કરી રહ્યા હતા. ત્યાં હાજર દરેક વ્યક્તિ મને શાંત પાડવાના પ્રયાસ કરી રહી હતી, પરંતુ હું ખૂબ નર્વસ હતો. કોઈને થપ્પડ મારવાની છે એને લઈને તમે પહેલેથી જ પ્રેશરમાં હો, કેટલાંક ટેક્નિકલ પરિબળો પણ એમાં સામેલ હોય જેથી લાફો યોગ્ય ઍન્ગલથી પડે અને એની યોગ્ય છાપ પણ પડે એ જરૂરી છે. એ બધા માટે મારે ૬ ટેક લેવા પડ્યા હતા. એ દરમ્યાન તાપસી મારી પાસે આવી અને મને કહ્યું કે કંઈ પણ વિચાર્યા વગર ઘુમાકે લગા દે. ફાઇનલી, સાતમી વખત એ થપ્પડ યોગ્ય રીતે પડી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK