Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાયોપિક નથી તાપસી પન્નુની ફિલ્મ રશ્મિ રોકેટ, કર્યો ખુલાસો

બાયોપિક નથી તાપસી પન્નુની ફિલ્મ રશ્મિ રોકેટ, કર્યો ખુલાસો

01 September, 2019 04:59 PM IST | મુંબઈ ડેસ્ક

બાયોપિક નથી તાપસી પન્નુની ફિલ્મ રશ્મિ રોકેટ, કર્યો ખુલાસો

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ


ફિલ્મ મિશન મંગલ પછીથી સતત ચર્ચામાં રહેલી તાપસી પન્નૂની આગામી ફિલ્મ કઈ હશે, આ બાબતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ લોકો કોન બનેગા કરોડપતિ રમી રહ્યા છે. તાપસી પાસે હાલ ત્રણ ફિલ્મો છે. તેની એક ફિલ્મ જાણીતા અભિનેતા પ્રકાશ રાજે ડિરેક્ટ કરી છે, જે પૂરી થઈ ગઈ છે. જો કે આ ફિલ્મ કાયદાકીય અટકાયતોમાં ફસાયેલી છે.

 
 
 
View this post on Instagram

From the lens of the magic man @avigowariker the coveted #PostPackUpShot after shooting for #RashmiRocket #Postershoot

A post shared by Taapsee Pannu (@taapsee) onAug 30, 2019 at 3:25am PDT




અમિતાભ બચ્ચન સાથે હિટ ફિલ્મ બદલા પછી ડિરેક્ટર અનુરાગ કશ્યપે તેને લઇને એક હૉરર ફિલ્મ બનાવવાની તૈયારી કરી છે. તાપસીના કહેવા પ્રમાણે આ ફિલ્મ હૉરર ફિલ્મ સિવાય ચમત્કારિક શક્તિઓની ફિલ્મ હશે અને તેનું શૂટિંગ શિયાળામાં વિદેશી લોકેશન પર થશે. આ સિવાય તાપસીની વધુ એક ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની પણ જાહેરાત થઈ છે.


આ ફિલ્મનું નામ થપ્પડ છે અને ડિરેક્ટર અનુભવ સિન્હા તેને આવતાં વર્ષે 8 માર્ચના રિલીઝ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. અનુરાગ કશ્યપે પોતાની છેલ્લી ફિલ્મ મનમર્ઝિયા તાપસી સાથે બનાવી હતી જ્યારે અનુભવ તેની સાથે મુલ્કમાં કામ કરી ચૂક્યા છે.. તાપસીને લઈને જે લેટેસ્ટ ફિલ્મો સામે આવી છે તે છે રશ્મિ રૉકેટ. આ આકર્ષ ખુરાના ડિરેક્ટ કરવાના છે.

આ પણ વાંચો : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

આકર્ષ આ પહેલા દુલકર સલમાન અને ઇરફાન ખાન સાથે ફિલ્મ કારવાં બનાવી ચૂક્યા છે. તાપસીએ સ્પ્ષ્ટ કર્યું છે કે તેની ફિલ્મ રશ્મિ રોકેટ કોઇ પણ ખેલાડિની બાયોપિક નથી પણ આ માટે દેશની તમામ જાણીતી દોડવીરોના જીવનમાં બનેલી ઘટનાઓમાંથી પ્રેરણા લઈને લખવામાં આવી છે. ફિલ્મમાં તાપસી પન્ની ગુજરાતના કચ્છના એક ગામડાની છોકરી બની છે જે ખૂબ જ ઝડપથી દોડી શકે છે અને ગામડાના લોકો તેને રૉકેટ બોલાવે છે અને પછીથી તે એથલીટ બની જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 04:59 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK