Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેમ તાપસી પન્નુએ ફૅનને મારી દીધો લાફો ? વાંચો કારણ

કેમ તાપસી પન્નુએ ફૅનને મારી દીધો લાફો ? વાંચો કારણ

24 June, 2019 06:38 PM IST | મુંબઈ

કેમ તાપસી પન્નુએ ફૅનને મારી દીધો લાફો ? વાંચો કારણ

કેમ તાપસી પન્નુએ ફૅનને મારી દીધો લાફો ? વાંચો કારણ


બોલીવુડની એક્ટ્રેસ તાપસી પન્નૂ પોતાની સુંદરતાની સાથે સાથે એક્ટિંગ માટે પણ જાણીતી છે. જો કે તેમના સ્વભાવ વિશે ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ છે. સામાન્ય રીતે કૂલ અને રિલેક્સ રહેતી તાપસીને ક્યારેક ક્યારેક એવો ગુસ્સો આવે છે કે તે દબંગ મોડમાં આવી જાય છે. બોમ્બે ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે તાપસીએ પોતાના પાત્ર માટે 90 ટકા પ્રેરણાં પોતાની આસપાસ રહેતા લોકોમાંથી લે છે, અને 10 ટકા તેની ખુદની પર્સનાલિટીનો હિસ્સો હોય છે.

આ રિપોર્ટ પ્રમાણે તાપસીએ પોતે ખુલાસો કર્યો કે ફિલ્મ મનમર્ઝિયાંના શૂટિંગ દરમિયાન તે અને તેની બહેન ડિનર માટે ગઈ હતી. જ્યારે તેઓ ફૂટપાથ પર ઉભા રહીને ડ્રાઈવર ગાડી લઈને આવે તેની રાહ જોતા હતા, તે દરમિયાન બાઈક પર જતો એક વ્યક્તિ ઉભો રહ્યો અને તેમની સામે ઉભા રહીને સેલ્ફી લેવાની કોશિશ કરવા લાગ્યો. બસ આ જોઈને તાપસી પન્નૂનો પારો આસમાને પહોંચ્યો અને તાપસીએ ફૅનને લાફો મારી દીધો. તાપસીએ કહ્યું કે તે સમયે તે પોતાની ફિલ્મના રૂમીના પાત્રને અનુભવી રહી હતી.



taapsee pannu


મળતી માહિતી પ્રમાણે તાપસીએ એ યુવકનો ફોન છીનવી લીધો અને તરત જ ફોટો ડિલીટ કરવાનું કહ્યું નહીં તો ફોન તોડવાની ધમકી આપી. રેડ સિગ્નલ પર તાપસી પન્નૂ સાથે થયેલી આ ઘટના તેમના એક એવા વલણને દર્શાવે છે, જેના વિશે ખૂબ જ ઓછા ફેન્સને ખ્યાલ છે. તાપસી પન્નૂની ફિલ્મ ગેમ ઓવર તાજેતરમાં જ રિલીઝ થઈ છે. તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ બિઝનેસ કરી શકી છે. ફિલ્મની મુડી નીકળી ચૂકી છે અને હવે પ્રોફિટ તરફ આગળ વધી રહી છે.

આ પણ વાંચોઃ માયરા દોશીઃસુપરક્યુટ છે આ 'ચાસણી' ગર્લ, ફોટોઝ પણ લાગશે વ્હાલા


ફિલ્મમાં તાપસી પન્નૂની એક્ટિંગના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. તાપસી પન્નૂની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો તે સાંડકી આંખ ફિલ્મમાં દેખાશે, જેનું ડિરેક્શન અનુરાગ કશ્યપ કરી રહ્યા છે. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 06:38 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK