Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાંડ કી આંખ હું મારી મમ્મીને સમર્પિત કરું છું : તાપસી પન્નુ

સાંડ કી આંખ હું મારી મમ્મીને સમર્પિત કરું છું : તાપસી પન્નુ

26 September, 2019 10:46 AM IST | મુંબઈ

સાંડ કી આંખ હું મારી મમ્મીને સમર્પિત કરું છું : તાપસી પન્નુ

તાપસી પન્નુ

તાપસી પન્નુ


તાપસી પન્નુનું કહેવું છે કે તે ‘સાંડ કી આંખ’ તેની મમ્મીને સમર્પિત કરે છે. આ ફિલ્મમાં તાપસી પન્નુએ વયો વૃદ્ધ શાર્પ શૂટર ચન્દ્રો તોમરનું પાત્ર ભજવ્યુ છે. તેની સાથે ભૂમિ પેડણેકર પણ પ્રકાશી તોમરના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કામ કરતી વખતે તાપસીને અનુભવ થયો હતો કે મહિલાઓને પોતાનાં જીવન દરમ્યાન કેટલુ બલિદાન આપવુ પડે છે.

એ અંગે તાપસીએ કહ્યું હતું કે ‘તેમની સ્ટોરી સાંભળીને હું મારી મમ્મી વિશે સતત વિચારી રહી હતી કારણ કે આ એવી મહિલાઓની સ્ટોરી છે જે પોતાનાં પેરન્ટ્સ, હઝબન્ડ અને બાળકો માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. તે કદી પણ પોતાની શરતો મુજબ પોતાનાં માટે નથી જીવતી. મારી મમ્મી ૬૦ વર્ષની છે. એથી આ ફિલ્મ મારા માટે સ્પેશ્યલ છે.



આ પણ વાંચો : જાણો કેમ ગુસ્સે થઈ ગઈ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા


હું હાલમાં મારી મમ્મને કહેવા માગુ છું કે હું તેનાં માટે એક કારણ બનવા માગું છું કે તે પોતાની લાઇફને પોતાની મરજી પ્રમાણે જીવે. આશા રાખુ છું આ ફિલ્મ જોયા બાદ તે પોતાની ઇચ્છા પ્રમાણે જીવી શકે. મારા તરફથી આ ફિલ્મને હું મારી મમ્મીને સમર્પિત કરવા માગુ છું. આશા રાખુ છું કે આ ફિલ્મ જોવા માટે લોકો મમ્મી, ગ્રૅન્ડ-પેરન્ટ્સ અને પેરન્ટ્સ સાથે જાય. આ વર્ષની દિવાળી ખરા અર્થમાં થિયેટર્સમાં ફૅમિલી દિવાળી બનવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2019 10:46 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK