Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જર્મન 'રન લોલા રન'ની રીમેક 'લૂપ લપેટા' તાપસી પન્નૂની આગામી ફિલ્મ...

જર્મન 'રન લોલા રન'ની રીમેક 'લૂપ લપેટા' તાપસી પન્નૂની આગામી ફિલ્મ...

18 February, 2020 02:17 PM IST | Mumbai Desk

જર્મન 'રન લોલા રન'ની રીમેક 'લૂપ લપેટા' તાપસી પન્નૂની આગામી ફિલ્મ...

જર્મન 'રન લોલા રન'ની રીમેક 'લૂપ લપેટા' તાપસી પન્નૂની આગામી ફિલ્મ...


આગામી સમયમાં તાપસી પન્નૂ બોલીવુડ ફિલ્મોમાં વ્યસ્ત દેખાવાની છે. તેની અપકમિંગ ફિલ્મ 'થપ્પડ'નું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે, જે હાલ બઝ ક્રિએટ કરી રહ્યું છે. તો, તેની ફિલ્મ 'શાબાશ મિટ્ઠૂ' પણ લાઇનમાં છે. તેના પછી હવે તાપસીએ પોતાના ચાહકોને ખુશ કરતાં નવા પ્રૉજેક્ટની જાહેરાત કરી દીધી છે. તે જર્મન કલ્ટ ક્લાસિક ફિલ્મ 'રન લોલા રન'ના હિન્દી વર્ઝન 'લૂપ લપેટા'માં દેખાશે.

આ નવા પ્રૉજેક્ટ વિશે તાપસી પન્નૂએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી માહિતી આપી છે. તાપસીએ એક પોસ્ટર શૅર કર્યો છે. પોસ્ટર શૅર કરતાં તેણે લખ્યું છે કે, "લો, મારા વિશે વધું એક જાહેરાત છે. હું તૈયાર છું" તેણે જણાવ્યું કે ક્લાસિક કલ્ટ ફિલ્મ 'રન લોલા રન'ના ઑફિશિયલ રીમેકને સોની પિક્ચર અને એલિપ્સિસ એન્ટરટેઇન્મેન્ટ મળીને બની રહ્યું છે. આને આકાશ ભાટિયા ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં તાપસીની અપોઝિટ તાહિર રાજ ભસીન દેખાશે. આ 29 જાન્યુઆરી 2021ના રિલીઝ થશે.




જણાવીએ કે 'રન લોલા રન' વર્ષ 1998માં આવી Tom Tykwerની થ્રિલર ફિલ્મ હતી. આને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જોવામાં આવી હતી. ફિલ્મને જર્મની તરફથી 71માં ઑસ્કરમાં બેસ્ટ ફૉરેન કેટેગરીમાં મોકલવામાં આવી હતી. જો કે, આ પહેલી ફૉરેન ફિલ્મ નથી, જેનું આ વખતે ઑફિશિયલ રીમેક બની રહ્યું છે. આમિર ખાનની 'લલા સિંહ ચડ્ઢા' ટૉમ હૈંક્સની 'ફૉરેસ્ટ ગમ્પ'નું ઑફિશિયલ રીમેક છે, જે આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે.


આ પણ વાંચો : જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ

તો, જો 'લૂપ લપેટા'ની વાત કરીએ, તો ડાયરેક્ટર આકાશ ભાટિયા વેબ સીરીઝ નિર્દેશિત કરી ચૂક્યો છે. અમેઝોન પ્રાઇમ વીડિયોની વેબ સીરીઝ 'ઇનસાઇડ એજ'ને આકાશે જ નિર્દેશિત કરી છે. તો, ફિલ્મમાં તાપસીએ કૉ-એક્ટર તાહિર રાજે 'મર્દાની' દ્વારા પોતાનો ડેબ્યૂ કર્યો હતો. તાજેતરમાં તે 'છિછોરે'માં દેખાયા હતા. આ સિવાય તે કબીર ખાનની ક્રિકેટ પીરિયડ ફિલ્મ '83' પણ કામ કરી રહ્યા છે. આમાં રણવીર સિંહ સાથે સ્ક્રીન શૅર કરશે.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 02:17 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK