Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Saand ki Aankh: રાજસ્થાનમાં થઇ ટેક્સ ફ્રી, 25ના થશે ફિલ્મ રિલીઝ

Saand ki Aankh: રાજસ્થાનમાં થઇ ટેક્સ ફ્રી, 25ના થશે ફિલ્મ રિલીઝ

11 October, 2019 04:54 PM IST | મુંબઈ ડેસ્ક

Saand ki Aankh: રાજસ્થાનમાં થઇ ટેક્સ ફ્રી, 25ના થશે ફિલ્મ રિલીઝ

સાંડ કી આંખ

સાંડ કી આંખ


છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેનારી ફિલ્મ ‘સાંડ કી આંખ’ ને લઇને સારા સમાચાર આવી રહ્યા છે. 25 ઓક્ટોબરના રોજ રીલિઝ થઇ રહેલી આ ફિલ્મને બવે રાજસ્થાન સરકારે સ્ટેટ ટેક્સ ફ્રિ કરી દીધી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ઑફિસ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે ફિલ્મ સાથે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પણ હટાવી દેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ફિલ્મના ટ્રેલરના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે અને દરેક લોકો અભિનેત્રીના કામના વખાણ કરી રહ્યા છે.

સીએમઓ રાજસ્થાને આ વિશે ટ્વીટ પણ કર્યું છે. સીએમઓ રાજસ્થાન તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું છે કે, "મુખ્યમંત્રી અશોક ગેહલોતે સિનેમાઘરો અને થિયેટરોમાં રિલીઝ થતી મહિલા સશક્તિકરણ અને રમત પર આધારિત ફિલ્મ સાંડ કી આંખ પરથી સ્ટેટ જીએસટી હટાવવાના પ્રપોઝલને અનુમતિ આપી દીધી છે." રાજસ્થાન સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણય પછી તાપસી પન્નૂએ આ માટે આભાર વ્યક્ત કર્યો છે.



તાપસીએ સીએમઓના ટ્વીટને રીટ્વીટ કરતાં લખ્યું છે, "તમારો ખૂબ ખૂબ આભાર સર. આ પગલાંથી અમારા ઉત્સાહ અને સાહસમાં વધારો થયો છે, જે અમને સશક્તિકરણની દિશામાં આગળ વધવામાં મદદ કરશે. આ યાત્રામાં તમારું સમર્થન ખૂબ જ મહત્વનું છે." તો બીજા ટ્વીટ દ્વારા એ પણ કહ્યું કે આજે આના કરતાં વધું સારા સમાચાર સાંભળવા નથી મળ્યા.


આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

આ ફિલ્મ શૂટર ચંદ્રો અને પ્રકાશી તોમરની સ્ટોરી પર આધારિત છે, જેમણે વૃદ્ધાવસ્થામાં શૂટિંગ કરવાનું શરૂ કર્યું અને તેના પછી શૂટિંગમાં કેટલાય અવૉર્ડ્સ જીત્યા. ચંદ્રો અને પ્રકાશી 15 પૌત્ર-પૌત્રીઓના દાદી છે, જે ઘરના કામ પણ કરે છે અને પોતાના ગામડાની છોકરીઓને નિશાનેબાજીની ટ્રેનિંગ પણ આપે છે. સાથે જ તેમણે કેટલાય ઇનામો પણ જીત્યા છે. સ્પોર્ટ્સ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી આ ફિલ્મ સમાજને એક મેસેજ પણ આપી જાય છે. ફિલ્મના ડાયરેક્ટર તુષાર હીરાનંનદાની અને પ્રૉડ્યુસર અનુરાગ કશ્યપ છે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2019 04:54 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK