‘ફૉર્બ્સ’ના લિસ્ટમાં સ્થાન મળતાં અક્ષયકુમારને તાપસી પન્નુએ કહ્યું... શૅ​‌રિંગ અને કૅરિંગની જરૂર છે

Published: Jul 14, 2019, 11:21 IST | મુંબઈ

અક્ષયકુમાર ‘ફૉર્બ્સ’ની લિસ્ટમાં સામેલ થતાં તાપસી પન્નુએ એના માટે તેને યોગ્ય જણાવ્યો છે. અક્ષયકુમારને ‘ફૉર્બ્સ’ની લિસ્ટમાં ૩૩મું સ્થાન મળ્યું છે.

 અક્ષયકુમારને તાપસી પન્નુએ કહ્યું... શૅ​‌રિંગ અને કૅરિંગની જરૂર છે
અક્ષયકુમારને તાપસી પન્નુએ કહ્યું... શૅ​‌રિંગ અને કૅરિંગની જરૂર છે

અક્ષયકુમાર ‘ફૉર્બ્સ’ની લિસ્ટમાં સામેલ થતાં તાપસી પન્નુએ એના માટે તેને યોગ્ય જણાવ્યો છે. અક્ષયકુમારને ‘ફૉર્બ્સ’ની લિસ્ટમાં ૩૩મું સ્થાન મળ્યું છે. તેણે હૉલીવુડની અનેક સેલિબ્રિટીઝની સાથે સ્પોટ્સ પર્સન, સિંગર જેવી ઘણી વ્યક્તિઓને પાછળ છોડી દીધી છે. આ લિસ્ટમાં ઇન્ડિયાનો તે એક માત્ર વ્યક્તિ છે. તેને મળેલી આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર તાપસીએ ટ્વીટ કર્યું હતું કે ‘પ્રેરણાદાયક, યોગ્ય અને સૌથી બેસ્ટ છે અક્ષયકુમાર. બસ સર હવે શૅરિંગ અને કૅરિંગની જરૂર છે.’
તાપસીનાં આ ટ્વીટનો રિપ્લાઈ આપતાં અક્ષયકુમારે પોતાનો એક મીમ શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે માફ કરજો.

તમારામાં ખાસ વાત હોય તો જ તમારી નિંદા થાય : તાપસી પન્નુ
તાપસી પન્નુએ જણાવ્યું હતું કે જો તમારામાં કંઈક ખાસ વાત હોય તો જ તમારી નિંદા કરવામાં આવે છે. કંગના રનોટની બહેન રંગોલી ચંડેલે સોશ્યલ મીડિયામાં તાપસીની ખાસ્સી નિંદા કરી હતી અને તેને સસ્તી કૉપી પણ કહી હતી. સોશ્યલ મીડિયામાં કરવામાં આવતાં ટ્રોલ પર પોતાનો અભીપ્રાય વ્યક્ત કરતાં તાપસીએ કહ્યું હતું કે ‘તમને જ્યારે ટ્રોલ કરવામાં આવે છે ત્યારે એનો મતલબ એ થાય છે કે તમારામાં કંઈ ખાસ વાત છે. જો તમને ટ્રોલ કરવામાં ન આવે તો એનો અર્થ એ થયો કે કોઈને તમારી પાછળ સમય અને ઍનર્જી વૅસ્ટ કરવી નથી ગમતી અને તમારી કોઈ ગણના પણ નથી કરતું. હું આવા ઇશ્યુઝ પર મારો સમય વૅસ્ટ કરવા નથી માગતી. હું માનું છું કે આપણી લાઇફ ખૂબ નાની છે અને એ સમયમાં આપણે ઘણું બધું કરવાનું હોય છે. મારી લાઇફમાં મારે ઘણાં અગત્યનાં કામો કરવાનાં છે. એથી હું મારા કામ પર જ ધ્યાન આપવા માગુ છું.’

મિતાલી રાજની બાયોપિકમાં કામ કરવું છે તાપસી પન્નુને
તાપસી પન્નુએ મીડિયાને વિનંતી કરતાં જણાવ્યું હતું કે તેઓ મિતાલી રાજની બાયોપિક બનાવતાં મેકર્સને તેનાં નામની ભલામણ કરે. મિતાલી ઇન્ડિયન મહિલા ક્રિકેટ ટીમની સ્કિપર છે. એવી ચર્ચા ચાલી રહી હતી કે તેની બાયોપિકમાં તાપસી જોવા મળવાની છે. આ ફિલ્મ વિશે પૂછવામાં આવતાં તાપસીએ કહ્યું હતું કે ‘જો મને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી જાય તો મને ક્રિકેટ રમવાની મજા પડી જશે. જો તમારામાંથી કોઈ આ ફિલ્મનાં મેકર્સને ઓળખતું હોય તો પ્લીઝ મારા નામની ભલામણ કરજો. કારણ કે મને આ ફિલ્મ કરવાની ખૂબ ઈચ્છા છે.’

અનુભવ સિંહા ને અનુરાગ કશ્યપ સાથે ફરી કામ કરી રહી છે તાપસી
અનુભવ સિંહા અને અનુરાગ કશ્યપ સાથે ફરી કામ કરી રહી છે તાપસી પન્નુ. આ અગાઉ તેણે અનુભવ સિંહા સાથે ‘મુલ્ક’માં અને અનુરાગ કશ્યપ સાથે  ‘મનમર્ઝિયા’માં કામ કર્યું હતું. આ વિશે માહિતી આપતાં તાપસીએ કહ્યું હતું કે ‘હા, હું અનુભવ સિંહા સર અને અનુરાગ કશ્યપ સાથે કામ કરવાની છું. હું પહેલાં અનુભવ સરની ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ અને ત્યાર બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં અનુરાગ કશ્યપની ફિલ્મમાં કામ કરીશ.’

તાપસી પન્નુ એકદમ કૂલ છે : અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન મુજબ તાપસી પન્નુ કમ્પિલટલી ચિલ્ડ આઉટ છે. તાપસીએ તેની ‘સાંડ કી આંખ’નાં ટીઝરની લિંક અમિતાભ બચ્ચનને મૅસેજ કરીને શૅર કરી હતી. આ લિંક ટ્‍‍વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘આ તાપસી પનનુ છે. મારી કલિગ અને એકદમ ચિલ્ડ આઉટ વ્યક્તિ. તાપસીએ મને મૅસેજ કર્યો હતો કે હાઇ રૉકસ્ટાર, આ મારી ફિલ્મનું ટીઝર છે જે દિવાળી દરમ્યાન રિલીઝ થવાની છે. હું ખૂબ જ ઉત્સાહિત હોવાથી તમારી સાથે શૅર કરી રહી છું. એ જોઈને તમે સરપ્રાઇઝ થાઉં છો કે નહીં એ વિશે મને જણાવજો. આ ફિલ્મમાં તે અદ્ભુત લાગી રહી છે.’

સુપરસ્ટાર છે કે નહીં એ વિશે વિચારતી નથી તાપસી પન્નુ
તાપસી પન્નુનું કહેવું છે કે તે સુપર સ્ટાર બની છે કે નહીં એની હજી સુધી તેને ખબર નથી. તાપસી પન્નુએ સાઉથની ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેના કામના ઘણાં વખાણ કરવામાં આવે છે અને તેની ફિલ્મોની પસંદગી પર તેને વાહવાહી મળી રહી છે. તાપસી હાલમાં ‘સાંડ કી આંખ’માં શાર્પશૂટરની ભૂમિકામાં જોવા મળવાની છે. આ ફિલ્મ દિવાળી દરમ્યાન રિલીઝ થવાની છે. તાપસીને તાજેતરમાં જ ટ્‍‍વિટર પર પૂછવામાં આવ્યું હતું કે શું તે સુપર સ્ટાર બની ગઈ છે? એનો જવાબ આપતાં ટ્‍‍વિટર પર તાપસીએ ટ્વીટ કર્યું હતું કે ‘હું સુપર સ્ટાર બની ગઈ છું એની તો મને ખાતરી નથી. જોકે કોઈ મારી વિશે સમય કાઢીને મારી જર્નીનાં દરેક તબક્કા વિશે ચર્ચા કરે તો એ મારા માટે નક્કી એક જીત સમાન રહેશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK