મિલિંદ ગાબાનું નવું સોંગ 'જિંદગી દી પૌડી' થયું રિલીઝ

Published: Jun 06, 2019, 17:44 IST | મુંબઈ

ભૂષણ કુમારની મ્યુઝિક કંપની ટી સિરીઝે પોતાનું નવું ગીત જિંદગી દી પૌડી રિલીઝ કરી દીધું છે. ટી સિરીઝના આ નવા ગીતમાં લોકપ્રિય પંજાબી સિંગર મિલિંદ ગાબા અને જન્નત જુબૈર રહેમાની દેખાઈ રહ્યા છે.

ભૂષણ કુમારની મ્યુઝિક કંપની ટી સિરીઝે પોતાનું નવું ગીત જિંદગી દી પૌડી રિલીઝ કરી દીધું છે. ટી સિરીઝના આ નવા ગીતમાં લોકપ્રિય પંજાબી સિંગર મિલિંદ ગાબા અને જન્નત જુબૈર રહેમાની દેખાઈ રહ્યા છે. આ ગીતનું મ્યુઝિક એમજીએ આપ્યું છે. શબ્બી સિંહે પ્રોડ્યુસ કરેલા આ ગીતના શબ્દો નિરમાને લખ્યા છે. જ્યારે ગીત મિલિંદ ગાબાએ ગાયું છે.

ઉલ્લેખનીય છે કે આ ગીતના પહેલા લૂકને દર્શકોએ ખૂબ જ વખાણ્યો હતો. આ ગીત રિલીઝ થતા પહેલા જ મોસ્ટ અવેઈટેડ ગીતોની યાદીમાં સામેલ થઈ ગયું હતું. જીંદગી દી પૌડી ગીત પ્રેમ અને ગંભીરતાની પ્રતિબદ્ધતા વિશે છે. આ ગીત આર્મેનિયામાં શૂટ થયું છે. જેમાં બે પ્રેમીઓની સફર દર્શાવાઈ છે. આ ગીતમાં દર્શાવાયું છે કે મિલિંદ અને જન્નત હોટેલ મેનેજમેન્ટ કોર્સ માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન મિલિંદને અજાણતા જ એક સિક્રેટ ખબર પડી જાય છે, જે બાદ તેનું આખું જીવન બદલાઈ જાય છે.

ગીતનું શૂટિંગ શરૂ કરતા સમયે કલાકારો અને ક્રૂ મેમ્બર્સને ખૂબ જમુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુંદર બેકગ્રાઉન્ડ અને કુદરતી દ્રશ્યો માટે આર્મેનિયાનું લોકેશન પસંદ કરાયું હતું. પરંતુ અહીં જ શૂટિંગમાં આખી ટીમને ખુબ જ મુશ્કેલી પડી.

આ ગીતમાં પોતાનો અવાજ આપનાર મિલિંદ ગાબા આ હિટ સિંગલ બાદ સ્ટાર બની ચૂક્યા છે, અને હવે દેશભરમાં લોકો તેમના ગીત સાંભળે છે. નઝર લગ જાયેગી, શી ડોન્ટ નો અને યાર મોડ દો જેવા હિટ ગીતો મિલિંદ ગાબા આપી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Happy Birthday: 'કોકા કોલા' ગર્લ નેહા કક્કરની કેટલીક રસપ્રદ વાતો

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ટી સિરીઝે 100 મિલયન સબસ્ક્રાઈબર સાથે અચિવમેન્ટ મેળવ્યું છે, અને તે વિશ્વની સૌથી મોટી યુટ્યુબ ચેનલ બની ચકી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK