સિમરન- ધ લૉસ્ટ સોલ ઇન મુંબઈ નામની વેબ-સિરીઝનું નિર્માણ કરશે
‘યે હૈ મોહબ્બતેં’, ‘ત્રિદેવિયાં’ અને ‘બહૂ હમારી રજનીકાંત’ જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સ્વીટી વાલિયા પ્રોડ્યુસર તરીકે જોવા મળશે. તેના પ્રોડક્શન હાઉસ ‘સ્નો વેલ્વેટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ’ હેઠળ ‘સિમરન ધ લૉસ્ટ સોલ ઇન મુંબઈ’ નામની વેબ-સિરીઝ લૉન્ચ થશે.
ઓટીટી પ્લૅટફૉર્મ પ્રાઇમ ફ્લિક્સ પર આ શોનું સ્ટ્રીમિંગ થશે. આ એક બોલ્ડ શો હશે જેમાં દર્શકોને હૉરર અને સુપરનૅચરલ ડ્રામા જોવા મળશે. મુખ્ય કલાકારો તરીકે કરણ શર્મા અને લવિના ટંડન જોવા મળશે. કરણ શર્મા ‘બા, બહૂ ઔર બેબી’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘કાલા ટીકા’ જેવા શોમાં કામ કરી ચૂક્યો છે તો લવિના ટંડન ‘પાપડપોલ’, ‘બાલવીર’, ‘નાગિન’, ‘એક હઝારોં મેં મેરી બહના હૈ’ શોમાં જોવા મળી છે.