Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાલ બાગચા રાજાના પંડાલમાંથી ગાયબ થયા સ્વરા ભાસ્કરના ચંપલ !

લાલ બાગચા રાજાના પંડાલમાંથી ગાયબ થયા સ્વરા ભાસ્કરના ચંપલ !

11 September, 2019 06:36 PM IST | મુંબઈ

લાલ બાગચા રાજાના પંડાલમાંથી ગાયબ થયા સ્વરા ભાસ્કરના ચંપલ !

લાલ બાગચા રાજાના પંડાલમાંથી ગાયબ થયા સ્વરા ભાસ્કરના ચંપલ !


ગણેશોત્સવ આખા મહારાષ્ટ્રમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દરમિયાન મહારાષ્ટ્રના રસ્તાઓ અને મંદિરોમાં અલગ જ રોનક જોવા મળશે. દરેક વ્યક્તિ ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન જોવા મળે છે. સેલેબ્સથી લઈને સામાન્ય લોકો સુધી તમામ ગણપતિ ભગવાનના દર્શને પહોંચે છે. આ દરમિયાન કેટલાક સેલેબ્સ મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના ગણપતિના દર્શન કરવા પણ પહોંચે છે. અને ગણપતિ સામે માથુ ટેકવે છે.

તાજેતરમાં જ બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પણ અહીં બાપ્પાના દર્શન કરવા પહોંચી હતી. પરંતુ તેમની સાથે કંઈક એવું બન્યું કે તે ચોંકી ઉઠી. સ્વરાએ ટ્વિટ કરીને પોતાની સાથે તયેલો કિસ્સો જાહેર કર્યો છે. થયુ કંઈક એવું કે સ્વરા લાલ બાગના રાજાના દર્શન કરવા પહોંચી તો એટલી ભીડ હતી કે તેના ચંપલ ખોવાઈ ગયા.




બાદમાં સ્વરા ચંપલ પહેરા વિના જ બહાર આવી ગઈ. સ્વરાએ તેનો એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં તે ચંપલ વગર રોડ પર ચાલતી દેખાય છે. આ વીડિયોમાં એક્ટ્રેસે લખ્યું છે,'જો લાલ બાગના રાજાના દર્શન કરવામાં ચંપલ ન ખોઈ નાખ્યા તો દર્શન શું કર્યા !'

સ્વરા ભાસ્કરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મજેદાર વાત એ છે કે સ્વરા સ્હેજ પણ ગુસ્સામાં નથી. ઉપરથી તે હસતા હસતા બહાર આવીને કારમાં બેસી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 06:36 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK