સ્વરા ભાસ્કર સાથે ટ્વિટર પર થયેલા અપમાનનો મુંબઇ પોલીસે આપ્યો આ જવાબ

Published: Jul 10, 2019, 14:41 IST | મુંબઈ ડેસ્ક

એક ટ્વિટર યૂઝરે પોતાના સોશિયલ મીડિયા પર સ્વરા ભાસ્કર સાથે ફક્ત દુર્વ્યવહાર જ નહીં પણ તેની માટે અપશબ્દો પણ કહ્યા. બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેનો મક્કમતાથી જવાબ આપ્યો અને સોશિયલ મીડિયા પર તેની ફરિયાદ પણ કરી.

સ્વરા ભાસ્કર (તસવીર સૌજન્ય સ્વરા ભાસ્કર ઇન્સ્ટાગ્રામ)
સ્વરા ભાસ્કર (તસવીર સૌજન્ય સ્વરા ભાસ્કર ઇન્સ્ટાગ્રામ)

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાના ટ્વીટને લઇને સતત ચર્ચાનો વિષય બનતી હોય છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘણીવાર પોતાના ટ્વીટને કારણે ટ્રોલ પણ થઈ જાય છે. પણ તાજેતરમાં જ એક ટ્વિટર યૂઝરે પોતાના સોશિયલ મીડિયા પર સ્વરા ભાસ્કર સાથે ફક્ત દુર્વ્યવહાર જ નહીં પણ તેની માટે અપશબ્દો પણ કહ્યા. બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેનો મક્કમતાથી જવાબ આપ્યો અને સોશિયલ મીડિયા પર તેની ફરિયાદ પણ કરી. એટલું જ નહીં સ્વરા ભાસ્કરે મુંબઇ પોલીસ દ્વારા તેની મદદ કર્યા પર તેમનો આભાર પણ માન્યો.

હકીકતે, ટ્વિટર પર પોતાનો મત આપતી સ્વરા ભાસ્કરને એક ટ્રોલરે અપશબ્દો કહ્યા. તેની વિરુદ્ધ ફરિયાદ કરતી સ્વરાએ ટ્વીટ કર્યું, જેમાં તેણે લખ્યું "પાગલ, ગર્વિત, ભાગ્યશાળી રાષ્ટ્રવાદી અને હિંદુ" પોતાના શબ્દોથી પોતાના (અને મારા) ધર્મ અને રાષ્ટ્રને શરમાવે છે. આ સિવાય મને લાગે છે કે આ ઉત્પીડન અને છેડછાડ છે." આ ટ્વીટમાં સ્વરા ભાસ્કરે મુંબઇ પોલીસને પણ ટેગ કર્યા અને તેમને પણ ફરિયાદ કરી.

સ્વરા ભાસ્કરના ટ્વીટ પર તત્કાલ એક્શન લેતાં મુંબઇ પોલીસે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. મુંબઇ પોલીસના આ કામથી ખુશ થઇને સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું જેમાં તેણે લખ્યું કે "24/7 સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા માટે અને ઓછામાં ઓછા સમયમાં રિપ્લાય આપવા બદ્દલ મુંબઇ પોલીસનો આભાર."

આ પણ વાંચો : આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

જણાવીએ કે સ્વરા ભાસ્કરને તેના કોન્ફિડેન્ટલ અંદાજમાં વાત કરવા માટે ઓળખવામાં આવે છે. આ સિવાય સ્વરા ભાસ્કર રાજકારણીય મુદ્દાઓ પર પણ મક્કમતાથી પોતાનો મત રજૂ કરે છે. કોઇપણ વૈશ્વિક, દેશ કે સ્થાનિક ઘટના પર તેનું ટ્વીટ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહ્યા સિવાય સ્વરા એક સારી અભિનેત્રી પણ છે. ફિલ્મ રાંઝણાંમાં તેનું પાત્ર ખૂબ જ વખણાયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK